AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, T20 વર્લ્ડ કપમાં આ દિવસે યોજાશે મહામુકાબલો!

2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે. જેનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, એક રિપોર્ટમાં કામચલાઉ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે.

IND vs PAK : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, T20 વર્લ્ડ કપમાં આ દિવસે યોજાશે મહામુકાબલો!
India vs PakistanImage Credit source: PTI
| Updated on: Nov 21, 2025 | 7:30 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 માટે ફક્ત અઢી મહિના બાકી છે, પરંતુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં વીસ ટીમો ભાગ લેવાની છે, પરંતુ દરેક ટીમની મેચનો સમય અને સ્થાન હાલમાં અસ્પષ્ટ છે. જો કે, સંભવિત શેડ્યૂલ વિશે સમાચાર આવવા લાગ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટુર્નામેન્ટની યજમાન અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) સામે રમશે. હાઈ-પ્રોફાઈલ ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ થવાની ધારણા છે.

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2026 દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાશે. ટુર્નામેન્ટનું શેડ્યુલ હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ એક કામચલાઉ શેડ્યુલ આવ્યું છે. એક અહેવાલમાં આ કામચલાઉ શેડ્યુલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોમાં યોજાશે. કોલંબોના બે સ્ટેડિયમ વર્લ્ડ કપ મેચોનું આયોજન કરશે. જો કે ભારત-પાકિસ્તાન મેચનું સ્થાન હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

ભારત પાકિસ્તાન એક જ ગ્રુપમાં

આ વખતે પણ, T20 વર્લ્ડ કપ પાછલા આવૃત્તિ જેવા જ ફોર્મેટનું પાલન કરશે, જેમાં 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. કામચલાઉ શેડ્યૂલ સૂચવે છે કે, 2024 T20 વર્લ્ડ કપની જેમ ભારત, પાકિસ્તાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ફરી એકવાર એક જ ગ્રુપમાં હશે. ગયા વખતે, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં આ બંને ટીમોને હરાવી હતી, જ્યારે પાકિસ્તાનને યુનાઈટેડ સ્ટેટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકામાં રમાશે

સ્થળની વાત કરીએ તો, ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાને ભારતમાં રમવાનો ઈનકાર કર્યો હોવાથી તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. જો પાકિસ્તાની ટીમ સેમિફાઈનલ અને પછી ફાઈનલમાં પહોંચે છે, તો બંને મેચ પણ શ્રીલંકામાં જ રમાશે. જો શ્રીલંકાની ટીમ પણ સેમિફાઈનલમાં પહોંચે છે, તો તે તેની હોમ મેચ પણ ત્યાં જ રમશે. જો કે, જો પાકિસ્તાન કે શ્રીલંકામાંથી કોઈ ટોપ 4 માં પહોંચશે નહીં, તો બંને સેમિફાઈનલ ભારતમાં રમાશે. હજી સેમિફાઈનલ અને ફાઈનલ માટેના સ્થળો નક્કી નથી, એવામાં તેવી શક્યતા છે કે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.

આ પણ વાંચો: AUS vs ENG: બેન સ્ટોક્સે કર્યો કમાલ, 43 વર્ષ પછી કોઈ ઈંગ્લિશ કેપ્ટને મેળવી આ ખાસ સિદ્ધિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">