AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેલમાં કઈ થયું ! ઇમરાન ખાન પર સસ્પેન્સ, 5 સંકેતો જેણે ઘટનાની શંકાને વધુ ઘેરી બનાવી  

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની આસપાસની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ રહસ્યમય બની રહી છે. અફઘાન મીડિયાએ તેમની હત્યાનો દાવો કર્યો છે, જ્યારે તેમના પરિવારને ત્રણ અઠવાડિયાથી મુલાકાતની મંજૂરી આપવામાં આવી નથી. છેલ્લા બે અઠવાડિયાથી સરકાર તરફથી કોઈ સત્તાવાર અપડેટ કે ફોટો બહાર આવ્યો નથી. જોકે, TV9 તેમના મૃત્યુ અંગેના દાવાઓની પુષ્ટિ કરતું નથી.

જેલમાં કઈ થયું ! ઇમરાન ખાન પર સસ્પેન્સ, 5 સંકેતો જેણે ઘટનાની શંકાને વધુ ઘેરી બનાવી  
| Updated on: Nov 26, 2025 | 4:46 PM
Share

અફઘાન મીડિયા દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા દાવા એ સમયે આવ્યા છે જ્યારે ઇમરાન ખાનની બહેનો — અલીમા, ઉઝમા અને નૂરીન — સતત અદિયાલા જેલ પહોંચે છે છતાં દરેક વખત તેઓને ગેટ પર અટકાવવામાં આવે છે. આ પરિસ્થિતિને કારણે તેમના સમર્થકો જેલની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને જેલ તંત્ર બંને ચુપ્પી ધરાવે છે, જે શંકાને વધુ પ્રબળ બનાવી રહ્યું છે.

આ વચ્ચે પાંચ મોટા સંકેતો બહાર આવ્યા છે જે ઇમરાન ખાન સાથે કંઈક અપ્રિય બનવાની શક્યતાને વધુ મજબૂત બનાવે છે.

1. ડોકટરોને મળવાની મંજૂરી નથી

માર્ચ 2025માં PIMS હોસ્પિટલની એક ટીમે ઇમરાન ખાનની તબીબી તપાસ કરી હતી, પરંતુ PTIનો દાવો છે કે આ તપાસ બનાવટી હતી. ત્યારબાદ કોઈ પણ વિશ્વસનીય ડોક્ટરને તેમની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં કે તેમને અઠવાડિયામાં બે વાર પરિવાર, વકીલ અને મિત્રો સાથે મળવાની છૂટ આપવામાં આવે, આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું નથી — જે તેમના સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

2. વકીલો સાથેની બેઠકો પણ અવરોધિત

માર્ચમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટે વકીલોને નિયમિત મુલાકાતની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. છતાં ગયા મહિનાથી તેની સંપૂર્ણ અવગણના કરીને ઇમરાન ખાનની કાનૂની ટીમને મળવાની મનાઈ છે. PTIનો આરોપ છે કે ઇમરાન ખાનની વાસ્તવિક સ્થિતિ છુપાવવામાં આવી રહી છે.

3. પરિવારને પણ અટકાવવામાં આવી રહ્યું છે

ઇમરાન ખાનની બહેનોને વારંવાર જેલના ગેટ પરથી પાછું મોકલી દેવામાં આવી છે. 25 નવેમ્બરની રાત્રે, ત્રણેય બહેનો સૈંકડો સમર્થકો સાથે જેલની બહાર વિરોધ પર બેસી ગઈ. તેમની બહેન નૂરીન ખાને પંજાબ પોલીસ પર હિંસાનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટ્રીટલાઇટ બંધ કરીને ચેતવણી વિના હુમલો કર્યો. નૂરીનનું કહેવું છે કે પોલીસે તેને વાળથી ખેંચીને જમીન પર પછાડી દીધો. અન્ય મહિલાઓને પણ ધક્કો અને થપ્પડ મારવાના અહેવાલો સામે આવ્યા છે.

4. ઇમરાન ખાન બે અઠવાડિયાથી ગુમ છે

PTIના નેતાઓ મુજબ ઇમરાન ખાનને કાં તો કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે અથવા તેમને કડક એકાંતમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેમના સેલમાંથી ફોટા અને અપડેટ્સ સતત આવતા રહ્યા હતા, પરંતુ હવે ગયા બે અઠવાડિયાથી એક પણ સત્તાવાર માહિતી બહાર આવી નથી — જે રહસ્યને વધુ ઘેરું બનાવે છે.

5. જનરલ મુનીર દ્વારા અચાનક કટોકટી બેઠક

ઇમરાન ખાનની રહસ્યમય સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે અચાનક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં ISI, લશ્કરી ગુપ્તચર અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે પાકિસ્તાનની સત્તા અને સેના વર્તુળોમાં કંઈક ગંભીર ચાલી રહ્યું હોવાની અટકળો વધી ગઈ છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">