કેટરિના કૈફ અને વિકી કૌશલનું ઘર કિલકારીથી ગુંજી ઉઠ્યું, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બન્યા છે. કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ ગુડ ન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. અભિનેત્રીના ઘર ખુશીઓ આવી છે. પરિવાર અને ચાહકો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.

બોલિવુડ પાવર કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલના ઘરે કિલકારી ગુંજી છે. જેનો ચાહકો અને પરિવાર ખુબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આજે આવી ગયો છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બની ગયા છે અભિનેત્રીએ એક દીકરાને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપલે ખુદ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ખુશ થયા છે.
View this post on Instagram
વિકી અને કેટરિનાએ તેમના પુત્રનું દુનિયામાં સ્વાગત કરતી એક જોઈન્ટ પોસ્ટ શેર કરી છે. આ કપલે પોસ્ટમાં લખ્યું હતું કે, “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અમે અમારા પુત્રનું સ્વાગત ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરી રહ્યા છીએ.”
દીકરાના માતા-પિતા બન્યા વિકી અને કેટરીના
વિકી અને કેટરિના કૈફના પોસ્ટ મુજબ આજે 7 નવેમ્બરના રોજ અભિનેત્રી માતા બની છે. તેના દીકરાનો જન્મ આજે થયો છે. કપલે આ ગુડન્યુઝ ચાહકોને આપ્યા છે. કપલના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે.
વિક્કી-કેટરિના ના લગ્ન?
કેટરિના કૈફ અને વિક્કી કૌશલે 2021માં રાજસ્થાનના સુંદર સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. કેટરિના અને વિક્કીના લગ્નમાં નજીકના લોકો સામેલ થયા હતા. વિક્કી કૌશલ છેલ્લી વખત ફિલ્મ છાવામાં જોવા મળ્યો હતો. તો અભિનેત્રી કેટરિના કૈફ વિજય સેતુપતિની સાથે ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી.
સ્ટાર્સ અને ચાહકોએ અભિનંદન આપ્યા
અભિનેતા અને હોસ્ટ મનીષ પોલે લખ્યું, “તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.” અભિનેત્રી રકુલ પ્રીત સિંહે લખ્યું, “ઓએમજી! અભિનંદન! તમે બંને ખૂબ ખુશ છો!” નીતિ મોહને પણ ટિપ્પણી કરી, “ઓએમજી!!!! અભિનંદન!” ગુનીત મોંગા સહિત ઘણા ચાહકોએ તેમને અભિનંદન આપ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલની કુલ સંપત્તિ આશરે 41 કરોડ છે, જ્યારે કેટરિના કૈફની સંપત્તિ 224 કરોડ હોવાનો અંદાજ છે. આ દંપતીની સંયુક્ત સંપત્તિ 265 કરોડથી વધુ છે. આનો અર્થ એ થયો કે તેમનો પ્રિય પુત્ર તેના જન્મની ક્ષણે જ કરોડો રૂપિયાનો વારસદાર બની ગયો.
6 બહેનો અને 1 ભાઈ પતિ છે અભિનેતા, એક દીકરાની માતા કેટરિના કૈફનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
