5 ફિલ્મ , 5 લુક અને છપ્પરફાડ કમાણી કરી, 2 વર્ષ ડેટ કરી, પછી ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા
બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલનો આજે 37મો જન્મદિવસ છે.વિક્કી કૌશલે ફિલ્મ છાવાએ સાબિત કરી દીધું કે, તે શાનદાર અભિનેતાછે. દરેક રોલમાં ફિટ બેસે છે.વિકી કૌશલે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં આટલું મોટું સ્થાન મેળવ્યું છે.

વિક્કી કૌશલની ગણતરી એવા અભિનેતાઓમાં થાય છે. જેમણે દરેક પાત્ર માટે મહેનત કરી છે. મસાનથી લઈ છાવામાં વિક્કી કૌશલનું પાત્ર અને શાનદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. આજે બોલિવુડનો એક ટેલેન્ટેડ અભિનેતા છે.

આજે એટલે કે 16 મેના રોજ વિકી કૌશલનો 37મો જન્મદિવસ છે. ચાલો તેમની પાંચ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે જાણીએ.

મસાન ફિલ્મ 2015થી એક્ટિંગની દુનિયામાં પગ રાખનાર એક એવો અભિનેતા જેમણે દરેક પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે. આ અભિનેતાનું નામ વિક્કી કૌશલ છે.વિક્કી કૌશલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાના 10 વર્ષ થયા છે. તેમણે 600 કરોડની કમાણી કરનારી ફિલ્મ પણ આપી છે.

વિકી કૌશલની પાંચ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે વાત કરીએ તો. છાવા 2025માં 600.10 કરોડ રુપિયા, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક 2019, 245.36 કરોડ, રાજી 2018 123.84 કરોડ,સૈમ બહાદુર 2023,92.98 કરોડ અને ઝરા હટકે ઝરા બચકેએ 2023.88 કરોડ રુપિયાની કમાણી કરી છે.

વિકી કૌશલે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં આટલું મોટું સ્થાન મેળવ્યું છે.કેટરિના કૈફ અને વિકી કૌશલની જોડી હવે બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત જોડીઓમાંની એક છે. બંને સાથે ખુશહાલ જીવનનો આનંદ માણી રહ્યા છે.

કેટરિના કૈફ વિકી કૌશલ કરતા 5 વર્ષ મોટી છે. કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો, જ્યારે વિકીનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. તો, કેટરિના હાલમાં 41 વર્ષની છે અને વિકી 37 વર્ષનો છે.
ફિલ્મ ‘છાવા’માં વિકી કૌશલની એક્ટિંગના થઈ રહ્યા છે વખાણ, આવો છે અભિનેતાનો પરિવાર વિક્કી કૌશલના પરિવાર વિશે જાણવા અહિ ક્લકિ કરો



























































