બગદાણા ધામના સેવકને માર મારવાના મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AAP એક થયું; 15 ધારાસભ્ય અને 3 સાંસદે CM સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી – જુઓ Video
બગદાણા યુવકને માર મારવાના મુદ્દે ઉગ્રતા વધતા હવે આ મામલો આહીર અને કોળી સમાજ વચ્ચે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ.
બગદાણા ધામના સેવકને માર મારવાના મુદ્દે ઉગ્રતા વધી છે અને હવે આ મામલો આહીર v/s કોળી સમાજ વચ્ચે રાજકીય તેમજ સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી.
આમાં ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પહેલા DyCM હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર મુદ્દા વિશે ચર્ચા કરી હતી અને અધિકારીઓને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.
બગદાણા યુવક પર થયેલા હુમલાની ઘટના પર પરશોત્તમ સોલંકીએ જણાવ્યું કે, તે સમગ્ર મામલાની તટસ્થ તપાસ અને તમામ ગુનેગારને કડક સજા આપવા માટે માગ કરી છે. હીરા સોલંકીએ કહ્યું કે, આ ઘટના કોઈ સમાજ સામે સમાજનો મુદ્દો નથી, માત્ર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ છે. આ બેઠકમાં કુલ 15 ધારાસભ્ય અને 3 સાંસદે CM ને રજૂઆત કરી હતી.
બેઠકમાં રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, કાળુ ડાભી, કુંવરજી બાવળિયા, ઉમેશ મકવાણા, કનુ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવાશે, તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
