દાઓસના વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી લેશે ભાગ, ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરશે
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે સોમવારે સવારે દાઓસ ખાતે યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં ભાગ લેવા માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા હતા. દાઓસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે. આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે સોમવારે સવારે દાઓસ ખાતે યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં ભાગ લેવા માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા હતા. દાઓસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે. આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે. જેને દાઓસમાં પણ પ્રસ્તુત કરાશે.
દાઓસના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી ચાર દિવસમાં વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે, ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર મેમ્બર્સ સાથે 58 જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે. ટીમ ગુજરાત આ બેઠકોમાં સહભાગી થઈને આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિફ્ટ સિટીનું પણ એક પ્રતિનિધિ મંડળ દાઓસ ખાતેના વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં ભાગ લેવા માટે બે દિવસ પૂર્વ રવાના થયું છે. 9 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે તથા આ બેઠકમાં ગુજરાતની સહભાગીતા રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજો ખોલશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
