અમદાવાદના એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો હળવો અંદાજ કેમેરામાં કેદ થયો , જુઓ વીડિયો
વધુ એક વખત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હળવા અંદાજમાં જોવા મળ્યા હતા.દિલ્હીથી પરત ફરતી વખતે સામાન્ય નાગરિકની જેમ એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો હતો.આ સાથે કાગળમાંથી બનાવેલ કૃતિઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.
ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર અનોખો જ અંદાજ સામે આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો ખૂબ જ હળવો અંદાજ કેમેરામાં કેદ થયો છે. દિલ્લીથી પરત ફરતી વખતે તેમણે સામાન્ય નાગરિકની જેમ એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. કોઈપણ જાતના પ્રોટોકોલ વિના લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો. એટલું જ નહીં કાગળમાંથી બનેલી અદભૂત કૃતિઓને રસપૂર્વક નિહાળી હતી અને તેની વિગતો પણ મેળવી. હાલ CM અને DyCMના આ અંદાજે લોકોમાં ચર્ચા જગાવી છે.
CM અને DyCMનો અનોખો અંદાજ
તમને જણાવી દઈએ કે,દિલ્હી ખાતે ગુજરાત ને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નવી સરકાર ના ગઠન બાદ પહેલી વાર સીએમ, DyCM કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા પીએમની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાંથી પરત ફરતી વખતે CM અને DyCMનો અનોખો અંદાજ સામે આવ્યો હતો.
પ્રોટોકોલ વગર સ્થાનિક સાથે મુલાકાત કરી
આ પહેલા પણ જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાન્યુઆરી મહિનામાં સાસણ ગીરની મુલાકાતે ગયા હતા. ત્યાં પણ તેઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાનમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા.તેમણે કોઈ પણ પ્રોટોકોલ વગર સ્થાનિક લોકોની સાથે બેસીને ચા ની ચૂસકી પણ લીધી હતી અને વાતચીત કરી હતી. સમય કાઢીને સિંહસદનની બહાર બજારમાં સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓની સાથે મુલાકાત કરી હતી.
‘દાદા’ના હુલામણા નામથી જાણીતા CMના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
