Breaking News : વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં AI, ડિફેન્સ, ટેક્સ્ટાઇલ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ખાતે રોકાણ આકર્ષવા ગુજરાતના પ્રયત્ન, હર્ષ સંઘવીએ યોજ્યો બેઠકોનો દોર
રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાયબ્રન્ટ ગુજરાત 2024માં રાજ્યમાં રૂપિયા 45 લાખ કરોડના એમઓયુ થયા હતા અને છેલ્લા ત્રણ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં રૂપિયા 11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે.
વર્લ્ડ ઈકોનોમી ફોરમ 2026માં, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, પ્રતિનિધિમંડળ સાથે ભાગ લઈને, રાજ્યમાં વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવા માટે એક પછી એક બેઠકનો સતત દોર ચલાવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં, ભારતનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળ્યું છે. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ડિફેન્સ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સહિતના ક્ષેત્રોમાં મૂડીરોકાણની નવી વૈશ્વિક તકોનું અન્વેષણ કરી રહ્યું છે.
રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાયબ્રન્ટ ગુજરાત 2024માં રાજ્યમાં રૂપિયા 45 લાખ કરોડના એમઓયુ થયા હતા અને છેલ્લા ત્રણ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં રૂપિયા 11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં કંઇક નવું શીખવા અને નવી તકોને જાણવા માટે આવ્યું છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે ગુજરાત ઉપરાંત ભારતના 10 રાજ્યોના પ્રતિનિધિ મંડળ ભારતમાં વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવા માટે પ્રયત્નશીલ હતા.
