AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સચિન, ગાંગુલી કે સેહવાગ નહીં… તો પછી કોણ છે હાર્દિક પંડ્યાનો ક્રિકેટ આઈડલ ? નામ સાંભળીને ચોંકી જશો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં પોતાના બાળપણના ક્રિકેટ આદર્શ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. BCCIના એવોર્ડ સમારંભ દરમિયાન રેપિડ-ફાયર રાઉન્ડમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેણે ઘણા દિગ્ગજ ખેલાડીઓના બદલે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનરનું નામ લીધું હતું.

Breaking News : સચિન, ગાંગુલી કે સેહવાગ નહીં... તો પછી કોણ છે હાર્દિક પંડ્યાનો ક્રિકેટ આઈડલ ? નામ સાંભળીને ચોંકી જશો
Hardik PandyaImage Credit source: X
| Updated on: Mar 16, 2026 | 5:09 PM
Share

નવી દિલ્હીમાં યોજાયેલા BCCI એવોર્ડ સમારંભમાં ઘણા ભારતીય ક્રિકેટરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ખેલાડીઓ સાથે રેપિડ-ફાયર રાઉન્ડ કર્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે તેના બાળપણના ક્રિકેટ આદર્શ કોણ હતા. હાર્દિકે જે ક્રિકેટરનું નામ લીધું તેનું નામ સાંભળી ઘણાને આશ્ચર્ય થયું હતું.

હાર્દિક પંડ્યાનો આદર્શ કોણ?

આ પ્રશ્નના જવાબમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેના બાળપણના ક્રિકેટ આદર્શ વસીમ જાફર હતા. સામાન્ય રીતે ઘણા ભારતીય ખેલાડીઓ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અથવા વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓનું નામ લેતા હોય છે, પરંતુ હાર્દિકે વસીમ જાફરને પોતાનો રોલ મોડેલ ગણાવ્યો.

વસીમ જાફર ટેસ્ટમાં ભારતનો સફળ ઓપનર

વસીમ જાફર ભારતનો સ્ટાર ટેસ્ટ ઓપનર રહ્યો છે. તેણે 2000 થી 2008 દરમિયાન ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યું હતું. આ સમયગાળામાં તેણે 31 ટેસ્ટ મેચ અને બે વનડે મેચ રમી હતી અને પોતાની કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી.

વસીમ જાફરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

વસીમ જાફરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી હતી. તેની શાંતિપૂર્ણ મક્કમ બેટિંગ અને લાંબી ઈનિંગ રમવાની ક્ષમતા માટે તે ફેમસ હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે ક્રિકેટ વિશ્લેષક અને કોમેન્ટેટર તરીકે પણ કામ કરી રહ્યો છે.

રણજી ટ્રોફીમાં સૌથી વધુ રનનો રેકોર્ડ

ડોમેસ્ટિક ક્રિકેટમાં વસીમ જાફરે મોટી સફળતા મેળવી હતી. તેણે ઘણા વર્ષો સુધી મુંબઈ અને વિદર્ભ માટે રણજી ટ્રોફીમાં રમી હતી. રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે, જે તેની પ્રતિભા દર્શાવે છે.

સંજુ-અભિષેક-વૈભવના રોલ મોડેલ કોણ?

આ કાર્યક્રમ દરમિયાન અન્ય ખેલાડીઓએ પણ પોતાના બાળપણના આદર્શ વિશે જણાવ્યું હતું. સંજુ સેમસને સચિન તેંડુલકરને પોતાના આદર્શ ગણાવ્યા, જ્યારે અભિષેક શર્મા માટે યુવરાજ સિંહ પ્રેરણાસ્ત્રોત છે. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બ્રાયન લારા અને યુવરાજ સિંહને પોતાના ક્રિકેટ આદર્શ તરીકે પસંદ કર્યા હતા.

Breaking News: ઓપનિંગ, નંબર-3 કે મિડલ ઓર્ડર… CSK માં સંજુ સેમસન કયા નંબર પર કરશે બેટિંગ ? પૂર્વ કોચે કરી આગાહી

Follow Us
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
g clip-path="url(#clip0_868_265)">