ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.