AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગેરકાયદે દબાણો પર તંત્રનો હથોડો ! હાઇકોર્ટના આદેશથી અમદાવાદના વટવામાં મેગા ડિમોલેશન, જુઓ Video

Breaking News : ગેરકાયદે દબાણો પર તંત્રનો હથોડો ! હાઇકોર્ટના આદેશથી અમદાવાદના વટવામાં મેગા ડિમોલેશન, જુઓ Video

| Updated on: Jan 20, 2026 | 9:48 AM
Share

અમદાવાદના વટવા સ્થિત વાંદરવટ તળાવ ખાતે 400 કાચા-પાકા મકાનોના મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાઇકોર્ટના આદેશ અનુસાર વોટર બોડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બે ધાર્મિક સ્થળોને બાકાત રાખી, 500 પોલીસકર્મીઓ અને 300 AMC અધિકારીઓની ટીમ દ્વારા આ કામગીરી સઘન બંદોબસ્ત વચ્ચે ચાર તબક્કામાં થઈ રહી છે.

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ ખાતે ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે એક મેગા ડિમોલેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ફિરદોસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાકાત રાખવામાં આવ્યા છે, જ્યારે આશરે 400 જેટલા કાચા-પાકા મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી હાઇકોર્ટના આદેશનું પાલન છે, જેમાં વોટર બોડીઝ પરના તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનો નિર્દેશ અપાયો છે. ડિમોલેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 12 હિટાચી અને ચાર JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ચાર તબક્કામાં પાર પડાશે કાર્યવાહી

આ આખી કામગીરી ચાર તબક્કામાં પાર પાડવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે છ પોલીસ મથકના 500થી વધુ પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત 300થી વધુ AMC અધિકારીઓ પણ આ ડિમોલેશન ડ્રાઇવમાં સક્રિયપણે જોડાયા છે.

બ્યુટિફિકેશન કરવાની યોજના હાથ ધરવામાં આવશે

આ કામગીરી વહેલી સવારથી શરૂ થઈ છે અને મોડી સાંજ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા ઉપરાંત તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને પણ ખોલવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ ઈસનપુર તળાવ અને ચંડોળા તળાવ સહિતના અન્ય જળસ્રોતો પર પણ આવા જ દબાણો હટાવવામાં આવ્યા હતા. વટવા વિસ્તારમાં આવેલા ત્રણ જેટલા તળાવોનું પણ તબક્કાવાર ડિમોલેશન કરી તેમનું બ્યુટિફિકેશન કરવાની યોજના કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે.

સ્થાનિકોને અગાઉથી જ નોટિસ આપી દેવામાં આવી હતી, જેના કારણે મોટાભાગના રહીશો પોતાની ઘરવખરી સાથે અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ચૂક્યા હતા. જે લોકો માટે વ્યવસ્થાની જરૂરિયાત હતી, તેમના માટે કોર્પોરેશને શેલ્ટર હોમ, સામાન અને લોકોને પહોંચાડવા માટે બસ સહિતની વ્યવસ્થા કરી છે. વધુમાં જે પરિવારો 10 વર્ષ કે તેથી વધુ સમયથી અહીં રહેતા હશે અને તેમની પાસે પૂરતા પુરાવા હશે, તેમને આવાસ યોજના હેઠળ વૈકલ્પિક આવાસની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે, જેમાં સુરક્ષા અને સ્થાનિકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Input Credit : Harin Matravadia

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">