ગુજરાત શિક્ષણ બોર્ડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ ગુજરાત સરકાર સંચાલિત શૌક્ષણિક સંસ્થા છે. જે ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રણાલીની નીતિ-સંબંધિત, વહીવટી, જ્ઞાનાત્મક અને બૌદ્ધિક દિશા નિર્ધારિત કરવા માટે યોગ્ય નિર્ણયો લેતી હોય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સરકારના દેખરેખ હેઠળ કાર્ય કરે છે. તેને ટૂંકમાં GSHSEB અથવા GSEBથી ઓળખવામાં આવે છે. આ સંસ્થા હેઠળ ગુજરાતની ખાનગી શાળાઓ અને સરકાર હસ્તક ચાલતી ગ્રાન્ટ ઈન શાળાઓનો સમાવેશ થાય છે.
આ ગુજરાત બોર્ડ દર વર્ષે ધોરણ-10 અને ધોરણ-12ની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરે છે. જે ઉનાળું સત્રમાં લેવામાં આવે છે. આ સંસ્થા સાથે સંકળાયેલ પાઠ્યપુસ્તક મંડળ ધોરણ-1થી લઈને ધોરણ-12 સુધીના પુસ્તકોને તૈયાર કરે છે.