કોંગ્રેસે GPSC ઇન્ટરવ્યૂનું ભારણ ઓછું કરવાની માંગ કરી – જુઓ Video
GPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યુનું ભારણ 50% રાખવામાં આવ્યું છે, જેને ઘટાડવાની માંગ કોંગ્રેસે કરી છે.
GPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યુનું ભારણ 50% રાખવામાં આવ્યું છે, જેને ઘટાડવાની માંગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે, ઇન્ટરવ્યુનું ભારણ 10%થી 13% વચ્ચે રાખવું જોઈએ.
કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, અન્ય રાજ્યોમાં ઇન્ટરવ્યુનું ભારણ ઓછું છે. જોવા જઈએ તો, ઉત્તર પ્રદેશમાં 13.04%, મધ્ય પ્રદેશમાં 11.11%, રાજસ્થાનમાં 10.71%, હરિયાણામાં 12.05% અને છત્તીસગઢમાં 9.09% છે.
બીજી બાજુ, ગુજરાતમાં 50% ભારણ હોવાથી લાયક ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. જાહેર સેવા આયોગમાં પણ સામાન્ય રીતે ઇન્ટરવ્યૂનું ભારણ 10%થી 15% હોય છે એટલે ગુજરાતમાં પણ તે ઘટાડવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.