AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દીકરાઓને પાછળ છોડી દીકરીઓએ માર્યુ મેદાન, 95.23% દીકરીઓ થઈ ઉતીર્ણ

આજે ધોરણ 12 નુ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમા દર વર્ષની જેમ ગુજરાતની તેજસ્વી દીકરીઓ એ પરંપરાને જાળવી રાખતા દીકરાઓને પાછળ છોડી દઈ મેદાન માર્યુ છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 95.23 % દીકરીઓ ઉતીર્ણ થઈ છે. જ્યારે 90.48 % વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2025 | 3:01 PM
Share

ગુજરાત શિક્ષણ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમા સામાન્ય પ્રવાહમાં ફરી એકવાર દીકરીઓએ તેમની જળહળતી સફળતાનો પરિચય આવતા દીકરાઓને પાછળ છોડી મેદાન માર્યુ છે. સામાન્ય પ્રવાહનું કૂલ 93.07 ટકા પરિણામ નોંધાયુ છે. જેમા ગુજરાતી માધ્યમનું 93.07% પરિણામ છે જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું 93.97 ટકા પરિણામ નોંધાયુ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય પ્રવાહમાં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ ઉંચુ રહ્યુ છે. આ વર્ષે 95.23 ટકા દીકરીઓ ઉતીર્ણ થઈ છે જ્યારે 90.78 છોકરાઓ ઉતીર્ણ થયા છે.

સામાન્ય પ્રવાહમાં કૂલ 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ નોંધાયુ છે. સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાા, લીમ્બોદ્રા અને મીઠાપુર કેન્દ્રનું 100 % પરિણામ નોંધાયુ છે. ખાવડા કેન્દ્રનું સૌથી ઓછુ 52.56 ટકા પરિણામ નોંધાયુ છે. જિલ્લાવાર વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠામાં 97.20 ટકા પરિણામ નોંધાયુ છે. જ્યારે વડોદરામાં સૌથી ઓછુ 87.77 ટકા પરિણામ છે. રાજ્યમાં 2 હજાર 2 શાળાઓ એવી છ જેનુ સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ નોંધાયુ છે.

વિજ્ઞાન પ્રવાહમાં દીકરાઓની આગેકૂચ

આ તરફ વિજ્ઞાનપ્રવાહની જો વાત કરીએ તો ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષની સરખામણીએ 1% વધુ છે. માધ્યમ મુજબ રિઝલ્ટની વાત કરીએ તો ગુજરાતી મીડિયમનું 83.77% પરિણામ છે. જ્યારે અંગ્રેજી મીડિયમનું 83.49% પરિણામ છે. વિજ્ઞાનપ્રવાહમાં આ વખતે છોકરાઓએ બાજી મારી છે. છોકરાઓનું પરિણામ 83.79% આવ્યુ છે જ્યારે છોકરીઓનું પરિણામ 83.20 % આવ્યુ છે. જો કે દીકરીઓ પણ દીકરાઓ કરતા બહુ પાછળ નથી માત્ર 49 પોઈન્ટનો જ વધારો છે.

વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું 96.60 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ દાહોદ કેન્દ્રનું 54.48 ટકા પરિણામ નોંધાયું છે. સૌથી વધુ મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 59.15 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 194 શાળા છે. 831 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 8 હજાર 983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
g clip-path="url(#clip0_868_265)">