સાયબર ક્રાઈમ
વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે. જેમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ પર કોઈને કોઈ બહાના હેઠળ નકલી લિંક યુઝર્સને મોકલવામાં આવી રહી છે. આવી લિંક પર ક્લિક કર્યા બાદ યુઝર્સના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. આવી સ્થિતિમાં વધારે સતર્ક રહેવાની જરુર છે.
તમે સાયબર ક્રાઈમનો શિકાર ન બનો તેના માટે તમારે શું કરવું જોઈએ. તમારા સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં કઈ એપ કે સોફ્ટવેર હોવા જોઈએ અને કયા ન હોવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી જણાવીશું. જો તમને કોઈપણ પ્રકારની ઓનલાઈન ઓફર્સ મળે છે, તો તેના પર વિશ્વાસ કરતા પહેલા ચેક કરો.
આ ઉપરાંત સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય. જો તમારી સાથે સાયબર ક્રાઈમ થાય છે, ત્યારે ફરિયાદ ક્યાં કરવી અને તમારું નુકસાન કેવી રીતે ભરપાઈ કરી શકાય. આ મામલે સરકાર તરફથી તમને શું મદદ મળશે. આ પ્રકારની માહિતી તમને અહીં જણાવીશું.