Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો, હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ આ તારીખથી શરુ થશે
ગુપ્તકાશી ફાટા સિરસીથી છ એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. યાત્રાના છેલ્લા તબક્કામાં કેદારનાથની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ટિકિટ માટે આટલો જ સમય બાકી છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા હવે તેના છેલ્લા તબક્કામાં છે. બાબા કેદારનાથના કપાટ 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે બંધ થવા જઈ રહ્યા છે. કપાટ બંધ થયા બાદ હેલિકોપ્ટર સેવા પણ બંધ થશે. 12 ઓક્ટોબરસુધી આ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ ફુલ થઈ ચૂક્યું છે.

હેલિકોપ્ટરના છેલ્લા સ્લોટનું બુકિંગ માટે આઈઆરસીટીસીના પોર્ટલ 8 ઓક્ટોબરના રોજ ખુલશે. કેદારનાથ જનારા યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકે છે.

ગુપ્તકાશી ફાટા સિરસીથી 6 એવિએશન કંપનીઓના માધ્યમથી હેલી સેવા સંચાલિત છે. આ માટે આઈઆરસીટીસીએ છેલ્લા સ્ટોલ માટેની બુકિંગ તારીખ જાહેર કરી છે.

હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ 8 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાથી શરુ થશે. આ માટે વેબસાઈટ ખુલ્લી રહેશે. જે યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધી યાત્રા કરવા માંગે છે. તે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. તેમજ હેમકુંડ સાહેબના કપાટ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલી રહી છે. જોકે, છેલ્લા બે મહિનામાં કુદરતી આફતોને કારણે યાત્રા ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

જોકે, એક અઠવાડિયાથી વધુ સમયથી હવામાનમાં સુધારો થતાં, યાત્રા ફરી શરૂ થઈ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના દર્શન માટે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો
