Breaking News : કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, ગુજરાતી સહિત 7 લોકોના મોત
ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર પાસે બની હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.

ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર પાસે બની હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે NDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પાયલોટ અને બાળક સહિત 7ના મોત !
પ્રાપ્તથતી વિગતો અનુસાર ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હેલિકોપ્ટરના કાટમાળના અવશેષો ઘટનાસ્થળે વિખરાયેલા છે. જો કે આ સમગ્ર ઘટના ઘાસ કાપતી મહિલાઓએ ધુમાડો જોયા ત્યારબાદ પ્રકાશમાં આવી હતી. સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકોનું મોત નિપજ્યું છે.
કેદારનાથમાં ક્રેશ થયેલ હેલિકોપ્ટર. તે આર્યન કંપનીનો હોવાનું કહેવાય છે. આ આખી ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી. આ સમગ્ર અકસ્માતમાં પાઇલટ અને બાળક સહિત કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે.
ચારધામ યાત્રા દરમિયાન, મુસાફરો મુશ્કેલીથી બચવા અને ચઢાણ ટાળવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. તાજેતરના સમયમાં કેદારનાથમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં, રસ્તા પર એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, થોડા દિવસો પહેલા અન્ય એક હેલિકોપ્ટર ઉડાન ભરતા પહેલા અકસ્માતનો ભોગ બન્યું હતું.
श्री केदारनाथ से गुप्तकाशी जा रहा हेलीकॉप्टर दुर्घटनाग्रस्त
आज सुबह 5:20 बजे गौरीकुंड के पास हादसा, हेलिकॉप्टर में 6 लोग सवार (5 वयस्क, 1 बच्चा)।
एसडीआरएफ, स्थानीय प्रशासन एवं अन्य रेस्क्यू दल राहत एवं बचाव कार्यों में जुटे हैं।#UttarakhandPolice #kedarnath pic.twitter.com/9rWuCDypfL
— Uttarakhand Police (@uttarakhandcops) June 15, 2025
સીએમ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગૌરીકુંડ નજીક થયેલા આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું બાબા કેદારને બધા મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરું છું.
जनपद रुद्रप्रयाग में हेलीकॉप्टर के दुर्घटनाग्रस्त होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। एसडीआरएफ, स्थानीय प्रशासन एवं अन्य रेस्क्यू दल राहत एवं बचाव कार्यों में जुटे हैं।
बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2025
આ પહેલા એર એમ્બ્યુલન્સ થઈ હતી ક્રેશ
આ અગાઉ 17 મેના રોજ કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થઈ હતી. તે સમયે હેલિકોપ્ટરમાં ત્રણ લોકો હતા – એક પાઇલટ, એક ડૉક્ટર અને એક નર્સ. જોકે, ત્રણેય સુરક્ષિત રીતે બચી ગયા. આ હેલિકોપ્ટર ઋષિકેશ એઈમ્સમાંથી એક દર્દીને લેવા માટે કેદારનાથ આવી રહ્યું હતું. તે દરમિયાન, તે ઉતરતી વખતે જમીન પર પડી ગયું હતું.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
