Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો ચાર ધામના દર્શન, આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ
જો તમે માતા-પિતાને લઈ ચારધામની યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છો. બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપટ ટુંક સમયમાં જ બંધ થશે. તો ચાલો જાણીએ ક્યારે ચારધામના કપાટ બંધ થશે.

ચારધામની યાત્રા કરવાનો પ્લાન બનાવનાર માટે મોટા સમાચાર આવ્યા છે. 4 ધામ બદ્રીનાથ,કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ટુંક સમયમાં જ બંધ થશે. વિજયાદશમીના દિવસે બદ્રીનાથના કપાટ બંધ થવાની તારીખ સામે આવી છે.

કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ બંધ થવાની તારીખની જાહેરાત થઈ છે. તો ચાલો જાણીએ ક્યારે ચાર ધામના કપાટ બંધ થશે.

વિજયાદશમીના અવસર પર પરંપરાગત પૂજા પછી, પંડિતોએ ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ મંદિરના કપાટ બંધ કરવાનો શુભ સમય નક્કી કર્યો છે. ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ બદ્રીનાથના કપાટ આવતા મહિને 25 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

જાણકારી અનુસાર કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ 23 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે.

તેમજ ગંગોત્રીના કપાટ દીવાળીના દિવસે બંધ કરવામાં આવશે. આ માટે જે ભક્તો આ પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કપાટ બંધ થયા પહેલા દર્શન કરી શકો છો.

ચાર ધામ હિમાલયના પ્રદેશમાં સ્થિત છે. શિયાળા દરમિયાન ભારે સ્નોફ્લો અને ઠંડી પડે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ધામના કપાટ યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવે છે. તે પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ફરી ખુલે છે. ચાર ધામ યાત્રા લગભગ છ મહિના ચાલે છે. લાખો યાત્રાળુઓ આ મંદિરોની મુલાકાત લે છે,
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો
