Breaking News: સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, આર્થિક સંકડામણથી પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ત્રણના મોત
પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે પરિવાર દ્વારા આ પગલું ભરાયું હોવાની માહિતી મળી રહી છે. ઘટનાસ્થળ પરથી પોલીસે એક સુસાઇડ નોટ પણ જપ્ત કરી છે, જેમાં પરિવારે પોતાની આર્થિક પરિસ્થિતિ અંગે ઉલ્લેખ કર્યો હોવાનું સૂત્રો જણાવે છે.
Suratના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ એપાર્ટમેન્ટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાલમુકુન્દ પરિવારના સભ્યોએ ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને એક દીકરીનું દુઃખદ મોત નિપજ્યું છે, જ્યારે બીજી દીકરીનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે પરિવાર દ્વારા આ પગલું ભરાયું હોવાની માહિતી મળી રહી છે. ઘટનાસ્થળ પરથી પોલીસે એક સુસાઇડ નોટ પણ જપ્ત કરી છે, જેમાં પરિવારે પોતાની આર્થિક પરિસ્થિતિ અંગે ઉલ્લેખ કર્યો હોવાનું સૂત્રો જણાવે છે.
દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી
Vesu Police Stationની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને બચી ગયેલી દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી રહી છે. પોલીસે કેસ નોંધાવી આત્મહત્યાના ચોક્કસ કારણો અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.
તપાસમાં આ જાણવા મળ્યું છે
પોલીસને તપાસમાં ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા માનસિક ત્રાસ આપતો હોવાનું જાણવા મળ્યું છે. રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ થયેલો છે. વ્યાજખોરે ભોગ બનનનારની મોપેડ પણ પડાવી લીધી હતી. ભોગ બનનારનું ક્રેડિટ કાર્ડ પડાવી તેનાથી ખરીદી કરતો હોય તેવું જાણવા મળ્યું છે તેમજ પોલીસે વૈભવ રુંગટા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. વ્યાજખોરના ત્રાસથી બાલમુકુન્દ પરિવારે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો તેમાં
પતિ, પત્ની અને એક દીકરીનું મોત થયંુ છે તેમજ એક દીકરી સારવાર હેઠળ છે.
