લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેનારાને ઝટકો, 18% GST ચુકવવો પડશે
જો તમે પણ કોઈ પણ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. નવા નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં હાઉસિંગ સોસાયટીઓને પણ GST હેઠળ આવરી લેવાઈ છે. સોસાયટીના સભ્યો પાસેથી વસૂલાતા મેન્ટેન્સન ઉપર GST લેવાશે. જેના કારણે સોસાયટીએ પણ GST રિટર્ન પણ ફાઇલ કરવા પડશે.

Apartment GST Tax: વધતા શહેરીકરણને કારણે, શહેરી જીવનમાં હવે એપાર્ટમેન્ટ કલ્ચર સામાન્ય બની ગયું છે. કેન્દ્રીય બજેટ 2025-26માં હાઉસિંગ સોસાયટીઓ માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જો કોઈ એપાર્ટમેન્ટનો પ્રતિ માસે મેન્ટેન્સ એટલે કે જાળવણી ખર્ચ રૂ. 7,500 કે તેથી વધુ હોય, અથવા સોસાયટીનો વાર્ષિક સંગ્રહ રૂ. 20 લાખથી વધુ હોય, તો તેના પર 18 ટકા GST વસૂલવામાં આવશે. આ નિર્ણયથી શહેરી વિસ્તાર અને ખાસ કરીને પોશ વિસ્તારમાં આવેલ લક્ઝુરિયસ ફ્લેટ કે એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ચિંતા પેઠી છે.
કોને અસર થશે
મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટકમાં ફક્ત બેંગલુરુમાં જ લગભગ ૫૦ લાખ લોકો એપાર્ટમેન્ટમાં રહે છે, અને રાજ્યના અન્ય શહેરો સહિત, આ આંકડો 90 લાખથી ઉપર પહોંચે છે. નવા નિયમો અનુસાર, જો સોસાયટી દ્વારા પેઇન્ટિંગ, લિફ્ટ રિપેર, પાણીની ટાંકીની સફાઈ વગેરે જેવા કામો માટે વાર્ષિક ખર્ચ 20 લાખ રૂપિયાથી વધુ થાય છે, તો તે પણ GST ના દાયરામાં આવશે.
ઘણા લોકો અપેક્ષા રાખતા હતા કે આ કર ફક્ત 5 ટકા હશે, પરંતુ વાસ્તવમાં તે 18 ટકા છે. જો કોઈ સોસાયટી 20 લાખ રૂપિયાની મર્યાદા પાર કરે છે, તો તેણે વાર્ષિક 3.6 લાખ રૂપિયાનો GST ચૂકવવો પડશે. જો આ સ્થિતિ 10 વર્ષ સુધી ચાલુ રહે તો કુલ 36 લાખ રૂપિયા થશે.
દર મહિને બે વાર રિટર્ન ફાઇલ કરવા પડશે
હવે, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું તેમણે GST નોંધણી કરાવવી જોઈશે. એકવાર નોંધણી થઈ ગયા પછી, દર મહિને બે વાર 11 અને 20 તારીખે રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, વાર્ષિક રિટર્ન પણ વર્ષમાં એકવાર ફાઇલ કરવાનું રહેશે. આ માટે, ઓડિટરની ફી અને કાનૂની પ્રક્રિયાઓનો વાર્ષિક ખર્ચ લગભગ 1-2 લાખ રૂપિયા થઈ શકે છે.
લોકો અવનવી ચર્ચા કરી રહ્યા છે
લોકો હવે GST થી બચવાના રસ્તા શોધી રહ્યા છે. ઘણી સોસાયટીઓમાં મીટિંગો થઈ રહી છે, વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાઓ થઈ રહી છે. જેમને ખાતરી નથી કે તેમની સોસાયટી GST ના દાયરામાં આવે છે કે નહીં, તેઓ સ્થાનિક વાણિજ્યિક કર કચેરીની મુલાકાત લઈ રહ્યાં છે અને પુછપરછ કરી રહ્યાં હોવાના અહેવાલ છે. સાથોસાથ 500 રૂપિયા ફી ચૂકવીને તેમની સ્થિતિ સ્પષ્ટ કરતું સત્તાવાર પ્રમાણપત્ર મેળવી શકે છે.
બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.