Budget Analysis: 2024ની સરખામણીએ ગુજરાતને 2025માં વધારે શું મળ્યું છે, આ વખતનું બજેટ છે અલગ
Budget Comparison: ગુજરાત સરકારના 2025-2026ના બજેટમાં 2024-2025ની સરખામણીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ બજેટમાં ઘણી નવી યોજનાઓ ઉમેરવા અને કેટલીક હાલની યોજનાઓના બજેટમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં મુખ્ય તફાવતો આપેલા છે જે તમે જોઈ શકો છો.

એકંદર બજેટમાં વધારો: 2024-25 માટે કુલ બજેટ: ₹2,31,531 કરોડ હતું. જ્યારે 2025-26 માટે કુલ બજેટ ₹2,51,553 કરોડ ફાળવાયું છે. જેનો તફાવત જોઈએ તો ₹119,695 કરોડનો વધારો જોવા મળ્યો છે. (8.5% વધુ)
- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણ: 2024-25માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ: ₹30,325 કરોડ હતું તેમજ આ વખતે એટલે કે 2025-26 માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ: ₹35,000 કરોડ ફાળવાયું છે. બંનેના તફાવતમાં ₹4,675 કરોડનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે “ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર” અને “નમોશ્રેષ્ઠ એક્સેસ-વે” જેવા નવા પ્રોજેક્ટ ઉમેરવામાં આવ્યા છે.
- આરોગ્ય બજેટ: 2024-25માં આરોગ્ય બજેટ ₹21,500 કરોડ હતું જ્યારે આ વખતે આરોગ્ય બજેટ ₹23,385 કરોડ ફાળવાયું છે. તફાવત: ₹1,885 કરોડનો વધારો જોવા મળ્યો છે. નવા કેન્સર સારવાર કેન્દ્રો (વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર) પહેલી વાર બનાવવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં મહિલાઓ, માતાના સ્વાસ્થ્ય માટે આરોગ્ય તપાસ કેમ્પ અને ડિજિટલ આરોગ્ય રેકોર્ડ સિસ્ટમ ઉમેરવામાં આવી છે.
- શિક્ષણમાં મોટા બજેટ ફાળવણી: 2024-25 માટે શિક્ષણ બજેટ: ₹55,000 કરોડ હતું જ્યારે 2025-26 માટે શિક્ષણ બજેટ ₹59,999 કરોડની જોગવાઈ કરાય છે. તફાવત: ₹4,999 કરોડનો વધારો થયો છે. “નમો લક્ષ્મી યોજના” નું બજેટ પહેલીવાર વધારવામાં આવ્યું. LD એન્જિનિયરિંગ કોલેજ અને અન્ય ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ્સ સ્થાપવામાં આવશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) નું બજેટ વધીને ₹30 કરોડ થયું છે.
- મહિલા સશક્તિકરણમાં નવું રોકાણ: 2024-25 માટે મહિલા કલ્યાણ બજેટ ₹850 કરોડ હતું જ્યારે અત્યારે મહિલા કલ્યાણ બજેટ ₹1,250 કરોડ છે. તફાવત: ₹400 કરોડનો વધારો જોવા મળ્યો છે. મહિલાઓ ડ્રોન ચલાવવાનું શીખી શકે તે માટે પહેલી વાર “નમો ડ્રોન દીદી યોજના” શરૂ કરવામાં આવી. “લખપતિ દીદી યોજના” હેઠળ સ્વરોજગાર અને મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. “વર્કિંગ વુમન હોસ્ટેલ” યોજના પહેલી વાર શરૂ થઈ છે.
- કૃષિ અને ખેડૂત કલ્યાણમાં વધુ સહાય: 2024-25 માટે કૃષિ બજેટ ₹14,250 કરોડ હતું તેમજ 2025ના બજેટમાં ₹16,800 કરોડ ફાળવાયું છે. તફાવત: ₹2,550 કરોડનો વધારો થયો છે. “કિસાન સૂર્યોદય યોજના” માટે વધુ બજેટ ફાળવણી થઈ છે. પાક સંરક્ષણ યોજના માટે ₹500 કરોડનું નવું ભંડોળ ઊભું કરાયું છે. ટ્રેક્ટર સબસિડી વધારીને ₹ 1 લાખ કરવામાં આવી.
- પરિવહન અને લોજિસ્ટિક્સમાં નવી યોજનાઓ: 2024-25માં પરિવહન બજેટ ₹9,500 કરોડ હતું તેમજ આ વખતે 2025માં માટે પરિવહન બજેટ ₹11,250 કરોડ મળ્યા છે. તફાવત: ₹11,250 કરોડનો વધારો જોવા મળી રહ્યો છે. સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. “ગુજરાત લોજિસ્ટિક્સ હબ” માટે નવી નીતિ લાગુ કરી છે.
- ઉર્જા અને પર્યાવરણ માટે વધુ બજેટ: 2024-25 માટે ઉર્જા અને પર્યાવરણ બજેટ ₹7,850 કરોડ હતું તેમજ 2025-26 માટે ઉર્જા અને પર્યાવરણ બજેટ ₹10,250 કરોડ ફાળવાયું છે. તફાવત: ₹2,400 કરોડનો વધારો થયો છે. 2030 સુધીમાં 100 GW નવીનીકરણીય ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય” નક્કી કરવામાં આવ્યું હતું. “ગ્રીન ફોરેસ્ટ પાથ સ્કીમ” હેઠળ વૃક્ષારોપણ માટે ₹90 કરોડનું નવું ભંડોળ ફાળવાયું છે. ગુજરાત ક્લાઇમેટ ચેન્જ ફંડ પ્રથમ વખત ₹25 કરોડ સાથે શરૂ કરવામાં આવ્યું.
- સાયબર સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા: 2024-25માં કાયદો અને સુરક્ષા બજેટ ₹5,500 કરોડ હતું તેમજ 2025-26માં કાયદો અને સુરક્ષા બજેટ ₹1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તફાવત: ₹1,250 કરોડનો વધારો થયો છે. “Anti-Narcotics Task Force”નો વિસ્તાર કરવામાં આવ્યો. તમામ જિલ્લાઓમાં Cyber Forensic Labs સ્થાપવા માટે વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે.
2025-26નું બજેટ ગયા વર્ષ કરતા કેમ અલગ છે?: બજેટમાં ₹19,695 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને કૃષિને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમજ ડિજિટલ ઇન્ડિયા અને AI-સંચાલિત યોજનાઓ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. પ્રથમ વખત, પરિવહન અને લોજિસ્ટિક્સ માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. સાયબર સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
ગુજરાત સરકારનું 2025-26નું બજેટ વધુ વ્યાપક અને ભવિષ્યલક્ષી છે. આમાં માળખાગત સુવિધાઓ, ટેકનોલોજીકલ નવીનતા, શિક્ષણ, મહિલાઓ અને ખેડૂતોમાં પહેલા કરતાં વધુ રોકાણનો સમાવેશ થાય છે.
(With Input Credit : કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )