Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2025 : ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 12659 કરોડની જોગવાઈ, 24 જિલ્લાઓમાં શરુ કરાશે સાયબર ફોરેન્સિક યુનિટ

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.

Gujarat Budget 2025 : ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 12659 કરોડની જોગવાઈ, 24 જિલ્લાઓમાં શરુ કરાશે સાયબર ફોરેન્સિક યુનિટ
Gujarat Budget 2025
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2025 | 3:08 PM

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.

રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ કરી છે.

24 જિલ્લાઓમાં શરુ કરાશે સાયબર ફોરેન્સિક યુનિટ

રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમ, QRT(Quick Response Team) ટીમ, SDRF (State Disaster Response Force) કંપનીમાં કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹63 કરોડની જોગવાઈ કરી છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કાયદા વિભાગ માટે કુલ ₹2654 કરોડની જોગવાઈ

એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹44 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹63 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹982 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹217 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.

કાયદા વિભાગ માટે કુલ ₹2654 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹308 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

( ઈનપુટ ક્રેડિટ વીથ – કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
g clip-path="url(#clip0_868_265)">