AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2025 : નાણા પ્રધાન કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. આજે બજેટમાં આશરે 10 જેટલી મોટી જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Budget 2025 : નાણા પ્રધાન કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
Budget 2025
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2025 | 3:09 PM
Share

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતા 21 ટકા ના વધારો કરાયો છે.  આ વર્ષના બજેટમાં 8200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઈઝ કિચન માટે 551  કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે  આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  આ ઉપરાંત વિરસા મુંડાની 150 મીંજનમજયંતી જન જાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

“પઢાઇ ભી, પોષણ ભી” યોજના માટે 617 કરોડ રુપિયાની જોગવાઇ

નાણામંત્રીએ કહ્યુ કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

લાલ રંગની પોથી લઈ જાહેર કર્યું બજેટ

કનુભાઈ દેસાઈ લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લાલ રંગના કપડા પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે. આદિવાસી વરલી પેઈન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે.

ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરત કામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા કરવામાં આવશે. મહત્ત્વનું છે કે 2024-25ના બજેટનું કદ 3 લાખ 32 હજાર 465 કરોડ હતું.

( ઈનપુટ ક્રેડિટ – કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">