Navratri : શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રીની તડામાર તૈયાર, દર્શનના સમયમાં કરાયો વધારો, જુઓ Video
આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન વિશેષ ઉજવણી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટે નવરાત્રીમાં માતાજીની આરધાના અને પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરી છે.
આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન વિશેષ ઉજવણી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટે નવરાત્રીમાં માતાજીની આરધાના અને પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પ્રથમ નોરતાંએ મંદિરમાં ઘટસ્થાપના કરવામાં આવશે. રાત્રીના સમયે ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીની આરાધના કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ સવારે 7:30થી 8 વાગ્યે આરતી થશે. જ્યારે 8 થી 11-30 વાગ્યા દરમિયાન આરતીનો સમય રહેશે. બપોરે 12:30 થી 4:15 વાગ્યે દર્શનનો સમય રહેશે તો સાંજે 6:30 થી 7:00 વાગ્યે આરતી થશે.
નવરાત્રીમાં અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો
- સવારે આરતી: 7:30 થી 8:00
- સવારે દર્શન: 8:00 થી 11:30
- બપોરે દર્શન: 12:30 થી 4:15
- સાંજે આરતી: 6:30 થી 7:00
- સાંજે દર્શન: 7:00 થી રાત્રે 9:00
- રાત્રે 9 બાદ ચાચરચોકમાં રમાશે ગરબા
