AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂરગ્રસ્ત ખેડૂતો માટે જરૂર પડ્યે રૂપિયા 5000 કરોડની સહાય જાહેર કરાશેઃ કૃષિ પ્રધાન જીતુ વાઘાણી

પૂરગ્રસ્ત ખેડૂતો માટે જરૂર પડ્યે રૂપિયા 5000 કરોડની સહાય જાહેર કરાશેઃ કૃષિ પ્રધાન જીતુ વાઘાણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2025 | 3:26 PM
Share

ઉતર ગુજરાતના વિસ્તારમાં વરસાદી-પૂરના પાણી ભરાવવાનો પ્રશ્ન બન્યો છે. જેના કારણે ખેતરનો પાક નિષ્ફળ જાય છે.  આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે, સરકારે તાકીદની બેઠકો બોલાવીને જરૂરી ઠરાવો કરાવ્યા હોવાની વાત પણ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ પ્રધાન બન્યા બાદ, જીતુ વાઘાણી નૂતનવર્ષ નિમિત્તે મા અંબાને ચરણે શીશ ઝુકાવવા બનાસકાંઠાના અંબાજી ખાતે આવ્યા હતા. જ્યાં રાજ્ય સરકારે દિવાળી-નવા વર્ષ નિમિત્તે પૂરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંતર્ગત વાત કરી હતી.

કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં કુદરતે સર્જેલી તારાજીને લઇ ભારે સવેંદના વ્યક્ત કરવા, ખેડૂતોને બેઠા કરવાનો ભૂપેન્દ્ર પટેલ સરકારનો પ્રયાસ છે. હાલમાં સરકારે 2500 કરોડથી વધુની સહાયની જાહેરાત કરી છે. પરંતુ જો જરૂર પડશે તો ગુજરાતના ખેડૂતોને 5000 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

ઉતર ગુજરાતના વિસ્તારમાં વરસાદી-પૂરના પાણી ભરાવવાનો પ્રશ્ન બન્યો છે. જેના કારણે ખેતરનો પાક નિષ્ફળ જાય છે.  આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે, સરકારે તાકીદની બેઠકો બોલાવીને જરૂરી ઠરાવો કરાવ્યા હોવાની વાત પણ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

તેમણે કહ્યું કે, આ બધા પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. આ સરકાર ખેડૂતો ઉપર કોઈ ઉપકાર નથી કરી રહી, પણ સરકાર પોતાની ફરજ ના ભાગરૂપે ખેડૂત ફરી બેઠો થાય તેના માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

આ પણ વાંચોઃ ભાજપના કાર્યકરોને બાબુભાઈ બોખીરીયાની શીખ – અંદરોઅંદર ટાંટિયા ખેંચવાનું બંધ કરો, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">