દિવાળીના દિવસે અંબાજીમાં ઉમટ્યા માઈ ભક્તો, વર્ષના અંતિમ દિવસે માના ધામમાં ભક્તોનું ઘોડાપૂર- Video
દિવાળીના તહેવાર નિમીત્તે યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસે માના ચરણોમાં શિશ જુકાવવા માટે દૂર દૂરથી પણ લોકો આવી રહ્યા છે અને આવનારુ નવુ વર્ષ સારુ રહે તે માટે માના પ્રાર્થના કરી રહ્યા છે.
દિવાળીનો શુભ દિવસ હોઈ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી. દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને માના ચરણોમાં શિશ નમાવી રહ્યા છે. ગુજરાતી પંચાગ મુજબ “દિવાળી” એટલે વર્ષનો અંતિમ દિવસ. ત્યારે વર્ષના આ અંતિમ દિવસે મા અંબાના આશીર્વાદ લેવા અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે શ્રદ્ધાળુઓ ધજા સાથે મા આદ્યશક્તિના દરબારમાં પહોંચ્યા હતા. વિતેલા વર્ષમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ શ્રદ્ધાળુઓએ માતાની માફી માંગી અને આવનારું નવું વર્ષ સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિ લઈને આવે તેવી માને પ્રાર્થના કરી.
બેસતા વર્ષે એટલે કે 22 ઓક્ટોબરના રોજ અંબાજી ધામમાં મંગળા આરતી સવારે 7.30ને બદલે સવારે 6.00 કલાકે થશે. તો નવા વર્ષે બપોરે જ માને “પ્રથમ અન્નકૂટ” અર્પણ કરાશે.