અમરનાથ યાત્રા
દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરમાં આવેલા બાબા બર્ફાનીના દર્શન કરવા જાય છે. બાબા અમરનાથની ગુફા દરિયાની સપાટીથી લગભગ 3800 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ગુફામાં બનતા શિવલિંગની વિશેષતા એ છે કે તે સ્વંય પોતાનો આકાર લે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રની વધ અને ઘટ થવા સાથે આ શિવલિંગનો આકાર પણ બદલાઈ જાય છે.
અમરનાથનું શિવલિંગ નક્કર બરફનું બનેલું છે. જે ગુફામાં આ શિવલિંગ છે, ત્યાં હિમકર્ણના રૂપમાં બરફ છે. દર વર્ષે શિયાળામાં અહીં શિવલિંગ આકાર પામે છે અને આ શિવલિંગના દર્શન કરવા માટે અમરનાથ યાત્રા પર દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. યાત્રા પહેલા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.