જમ્મુકાશ્મીરમાં અત્યાર સુધીમાં પ્રવાસીઓ પર કેટલા આતંકી હુમલા થયા? પહલગામમાં કરાયેલી ટાર્ગેટ કિલિંગ પાછળ શું હતુ ષડયંત્ર ?
જમ્મુકાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરી અંધાધૂંધ ફાયરીંગ કર્યુ. જેમા 20 થી વધુના મોતની આશંકા છે. અમરનાથ યાત્રા પહેલા પ્રવાસીઓ પરનો આ હુમલો યાત્રિકોમાં ડર ઉભો કરવાના ષડયંત્રનો એક ભાગ ગણાઈ રહ્યો છે. આવો જાણીએ આતંકીઓ આખરે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કેમ ટાર્ગેટ કરે છે?

કાશ્મીરમાં પહલગામના બેસરન ગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કરી નિ:શસ્ત્ર પ્રવાસીઓ પર ગોળીઓ વરસાવી. પ્રવાસીઓના એક ગૃપને ટાર્ગેટ કરીને આતંકીઓએ અંધાધૂંધ ફાયરીંગ કર્યુ. જેમા અનેક લોકોના મોતની આશંકા છે. જેમા 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓના ખાત્મા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેને સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુકત ટીમ અંજામ આપી રહી છે. કાશ્મીર ઘાટીમાંથી કમર તૂટ્યા બાદ આતંકવાદીઓ અને સીમા પાર બેસેલા તેમના આકાઓ હતાશામાં છે અને ઉશ્કેરાયેલા છે. ગત મહિને જ હંદવાડામાં પાકિસ્તાની આતંકી સૈફુલ્લાને સેનાએ ઠાર કર્યો. આ જ કારણ છે કે આતંકીઓ પ્રવાસીઓને ટાર્ગેટ કરી ડરનો માહોલ ઉભો કરવા માગે છે. આ હુમલાની ટાઈમિંગ અને લોકેશન પણ તેની સાબિતી આપે છે. આતંકવાદીઓએ જૂલાઈમાં શરૂ થયેલી...
