Breaking News : પહેલગામ આતંકવાદી હુમલાની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી, રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો
જમ્મુ કાશ્મીર પહેલાગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની અસર હવે અમરનાથ યાત્રા પર પણ જોવા મળી રહી છે. એલજી મનોજ સિન્હાએ હાલમાં જણાવ્યું કે, પહેલગામ હુમલાને લઈ અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશનમાં અસર પડી છે. અત્યારસુધી માત્ર 85,000 યાત્રિકોએ પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે. ગત્ત વર્ષે 2.36 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા.

અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરુ થઈ રહી છે.હાલમાં સામે આવ્યું કે, 22 એપ્રિલના રોજ જે પહેલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી હતી.તેની અસર અમરનાથ યાત્રા પર પડી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, પહેલગામ આતંકી હુમલાના થોડા મહિના બાદ અમરનાથ યાત્રા માટે રિજસ્ટ્રેશનમાં ઘટ જોવા મળી છે. એલજીએ કહ્યું કે, આ વર્ષે અમરનાત યાત્રિકોની સંખ્યામાં ઘટ આવવાનું સીધું કનેક્શન પહેલગામ અટેક છે.
એલજીએ કહ્યું કે, આ પહેલા 2.36 લાખથી વધારે યાત્રિકોએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ, પરંતુ અત્યારસુધી માત્ર 85,000 યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. તેમણે કહ્યું કે, જો જોવામાં આવે તો આ ગત્ત વર્ષની તુલનામાં આ વખતે રજિસ્ટ્રેશનમાં 10.19 ટકાનો ઘટાડો આવ્યો છે.
રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો
એલજીએ કહ્યું કે, 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ રજિસ્ટેશનમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ફરીથી વધી રહી છે. એલજીએ કહ્યું આશા છે કે, આ સંખ્યા વધશે.અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરુ થવાની છે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ગત્ત વર્ષે યાત્રામાં 12 વર્ષમાં સૌથી વધારે ભીડ જોવા મળી હતી. જેમાં 5 લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યા હતા,સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત
આ વર્ષની યાત્રામાં હેલિકોપ્ટર સેવાઓ સામેલ નતી. કારણ કે,આ વિસ્તારને નો-ફ્લાઈ ઝોન જાહેર કર્યો છે. અમરનાથ યાત્રામાં યાત્રાળુઓ માટે બે મુખ્ય માર્ગો છે, પરંપરાગત પહેલગામ માર્ગ અને ટૂંકો બાલતાલ માર્ગ છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ પાકિસ્તાની આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં અંદાજે 26 પ્રવાસીઓના મૃત્યું થયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લીધું હતુ અને ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું હતુ.7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.
