AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે? વિપક્ષે સવાલ કરતાની સાથે જ છવાઈ ગયો સન્નાટો- Video

અમદાવાદ મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટરોના બાળકો અભ્યાસ કરે છે? આ સવાલ વિપક્ષે ઉઠાવતાની સાથે મનપામાં રાજકારણ ગરમાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2026 | 9:11 PM
Share

અમદાવાદ મનપામાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા કરાઈ.. જેમાં સત્તાધીશોએ દાવો કર્યો કે, મનપા સંચાલિત શાળાઓમાં સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ, વિપક્ષ નેતાએ એવો તો સવાલ ઉઠાવ્યો કે સામાન્ય સભામાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો.. અમરાઈવાડીના વિપક્ષી કોર્પોરેટર જગદીશ રાઠોડે સવાલ કર્યો કે, સામાન્ય સભામાં બેઠેલા તમામ કોર્પોરેટરોમાંથી કોના દીકરા કે દીકરી AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે?.. આ સવાલ પર જવાબ મળ્યો કે, એક પણ કોર્પોરેટરના બાળકો મનપા સંચાલિત શાળામાં ભણતા નથી. વધુમાં બાળકોના યુનિફોર્મ અને વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ગત વર્ષે ફાળવાયેલા બજેટ મુદ્દે પણ આક્ષેપ થયા.

બીજી તરફ સમગ્ર મામલે સ્કૂલ બોર્ડના ચેરમેને વળતો જવાબ આપ્યો. કહ્યું કે, વિપક્ષ દ્વારા માત્ર ટીકા કરવામાં આવે છે. દર વર્ષે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને કેટલીક શાળાઓમાં તો વેઈટિંગ ચાલે છે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">