AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે, જુઓ વીડિયો

અમદાવાદના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2026 | 3:53 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ 32 કરોડના ખર્ચે કતલખાનાનુ આધુનિકરણ કરવાના કામનો એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે કતલખાનાની કરેલ દરખાસ્તનો પડધો ભાજપમાં જ પડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા પર બેઠલ ભાજપ સામે ભાજપના ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલ દરખાસ્તને રદ કરવાનુ દબાણ પણ ભાજપના ધારાસભ્યે કર્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ 32 કરોડના ખર્ચે કતલખાનાનુ આધુનિકરણ કરવાના કામનો એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે. એક સમયે અમદાવાદ શહેરના મેયર પદે રહી ચૂકેલા ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની માંગને લઈને આ કતલખાનાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, અમિત શાહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મ્યુનિસપલ કમિશનરે ભલે દરખાસ્ત કરી હોય પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી, મનપા કમિશનરની આ દરખાસ્તને ફગાવી દેશે, તેવો પુરેપુરો વિશ્વાસ છે.

દરમિયાન જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, નવા સ્લોટર હાઉસની માગ નથી કરી પરંતુ વર્તમાનમાં જે સ્થળે કતલખાનુ આવેલ છે તે બદલવાનું કહ્યું હતું. સુએજ ફાર્મ જગ્યામાં એક પ્લોટ આવેલો છે ત્યાં હાલનું સ્લોટર હાઉસ લઇ જવાની માગ હતી. હાલનું કતલખાનુ જમાલપુર જગન્નાથ મંદિરની પાસે આવેલ છે. લાખોની સંખ્યમાં લોકો દર્શને અને રથયાત્રામાં આવે છે, લોકોની લાગણી જોડાયેલી છે તેથી મે આવી માંગ કરી હતી. કતલખાનાનુ સ્થળાંતર કરવાનો નિર્ણય રદ્દ કર્યાનું જાણવા મળ્યું છે.

Breaking News : સોના-ચાંદીના પૂરા રૂપિયા લેતા વેપારીઓ ઓછા વજનના દાગીના આપતા હતા, 273 એકમ સામે કરાયા કેસ

g clip-path="url(#clip0_868_265)">