15 હજાર કરોડનું બજેટ પણ LG હોસ્પિટલમાં ICU બેડ નથી ! વેન્ટિલેટર પરના દર્દીઓને સ્ટ્રેચર પર આપાતી સારવાર, તંત્રની ઘોર લાપરવાહી
સ્માર્ટ સિટી અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો ભયાનક અભાવ જોવા મળ્યો છે. અહીં ક્રિટિકલ દર્દીઓને બેડના અભાવે ગાદી વગરના સ્ટ્રેચર પર વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર આપવામાં આવી રહી છે. કરોડોના બજેટ છતાં તંત્રની આ નિષ્ફળતા સામાન્ય જનતાના જીવ સાથે ચેડાં સમાન છે.
વર્લ્ડ ક્લાસ સુવિધાઓની વાતો કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાસ્તવિકતા એલ.જી. હોસ્પિટલમાં જોવા મળી છે. અહીં સ્થિતિ એટલી હદે વણસી છે કે ઇમરજન્સી વોર્ડ પોતે જ ‘ICU’માં હોય તેવું લાગે છે. હોસ્પિટલના ઇમરજન્સી અને આઈસીયુ વોર્ડમાં ગંદી ચાદરો, ફાટેલા ગાદલા અને ભેજવાળી દીવાલો વચ્ચે દર્દીઓ સાજા થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ છે.
ટીવી9નું રિયાલિટી ચેક અને સત્તાધીશોની દોડધામ જ્યારે ટીવી9ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવા પહોંચી, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આઈસીયુમાં જગ્યા ન હોવાથી 10 થી વધુ દર્દીઓને મહિનાઓથી ગાદી વગરના લોખંડના સ્ટ્રેચર પર રાખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે વેન્ટિલેટર જેવા સંવેદનશીલ મશીનો પર રહેલા દર્દીઓ પણ સ્ટ્રેચર પર સારવાર લઈ રહ્યા હતા. જેવી ટીવી9ની ટીમે રેકોર્ડિંગ શરૂ કરવાની મંજૂરી લીધી, કે તરત જ હોસ્પિટલ સ્ટાફે ગભરાટમાં આવીને સ્ટ્રેચર પર રહેલા દર્દીઓને અચાનક ત્યાંથી હટાવી દીધા હતા.
સવાલોના ઘેરામાં તંત્ર આ ગંભીર મુદ્દે જ્યારે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આ લાપરવાહીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. સવાલ એ થાય છે કે:-
કોરોનાકાળમાં ઉભા કરેલા 200 બેડની સુવિધા અત્યારે ક્યાં ગઈ?
15 હજાર કરોડનું બજેટ હોવા છતાં ગરીબ દર્દીઓ માટે પૂરતા બેડ કેમ નથી?
સ્ટ્રેચર પર વેન્ટિલેટરના દર્દીને રાખવા એ જીવનું જોખમ નથી?
આ માત્ર વ્યવસ્થાનો અભાવ નથી, પણ માનવ જિંદગી સાથેની ક્રૂર મજાક છે. શું મ્યુનિસિપલ કમિશનર કે મેયર આ ગંભીર બેદરકારીની જવાબદારી સ્વીકારશે? હોસ્પિટલ તંત્રની આ નિષ્ફળતા હવે લોકોના જીવ પર બની આવી છે.
Input Credit: Jignesh Patel
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
