Breaking News : અમદાવાદમાં હોર્ડિંગ્સ કૌભાંડ મોટા માથાં ફસાશે? કોની મીલીભગત? જુઓ Video
અમદાવાદમાં હોર્ડિંગ્સ એજન્સીઓ અને AMC અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ સામે આવ્યું છે. ઓક્શન દ્વારા મળેલી જગ્યાઓ બદલીને 28 જેટલી એજન્સીઓએ ગેરરીતિ આચરી છે. ટીપી કમિટીએ ચેન્જ ઓફ સાઇટ પર રોક લગાવી તપાસના આદેશ આપ્યા છે. 61 હોર્ડિંગ્સ સમયમર્યાદા બાદ પણ કાર્યરત હતા.
અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોર્પોરેશનની કાર્યપ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. શહેરના મુખ્ય માર્ગો પર ઝળહળતા હોર્ડિંગ્સ પાછળ ચાલી રહેલી ‘અદૃશ્ય રમત’ હવે જાહેર થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કેટલાક અધિકારીઓ અને ખાનગી હોર્ડિંગ્સ એજન્સીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરાયું હોવાનો પર્દાફાશ થયો છે.
નિયમ સ્પષ્ટ છે : ઓક્શન દ્વારા ફાળવાયેલી હોર્ડિંગ્સની જગ્યા બદલી શકાતી નથી. પણ નિયમો કાગળ પર અને હકીકત રસ્તા પર અલગ જ દેખાય.
તપાસ દરમિયાન ખુલ્યું છે કે 28 જેટલી કંપનીઓએ ઓક્શન પૂર્ણ થયા બાદ પોતાની હોર્ડિંગ્સની જગ્યાઓ મનમાની રીતે બદલી નાખી. માત્ર એટલું જ નહીં, 61 હોર્ડિંગ્સનો મંજૂર સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં જાહેરાતો ચાલુ રાખવામાં આવી, જાણે નિયમોનું કોઈ અસ્તિત્વ જ ન હોય.
આ સમગ્ર મામલાનો પર્દાફાશ ટાઉન પ્લાનિંગ (TP) કમિટીએ કર્યો છે. કમિટીની તપાસમાં સામે આવ્યું કે કોર્પોરેશન દ્વારા ઓક્શનથી ફાળવાયેલી જગ્યાઓને ‘ચેન્જ ઓફ સાઇટ’ની નીતિના બહાને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહી હતી. આ પ્રક્રિયામાં વ્યાપક સ્તરે અનિયમિતતાઓ થઈ હોવાનું સામે આવતાં, તાત્કાલિક અસરથી ચેન્જ ઓફ સાઇટને મંજૂરી આપવાની પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
હવે માત્ર એટલું પૂરતું નહીં માનતા ભૂતકાળમાં આપવામાં આવેલી તમામ ચેન્જ ઓફ સાઇટની વિસ્તૃત તપાસ કરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 28 જગ્યાઓ પર ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે, અને તેની તપાસ હાલ પ્રગતિમાં છે.
શહેરના નાગરિકોમાં હવે એક જ સવાલ છે આ હોર્ડિંગ્સ પાછળ છુપાયેલા ‘પાવર પ્લે’ માટે જવાબદારી કોની? તપાસ ક્યાં સુધી પહોંચશે અને દોષિતો સામે ખરેખર કાર્યવાહી થશે કે નહીં, તે આવનારો સમય બતાવશે.
ખેડૂતો ALERT ! ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

