AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ વિભાગના અધિકારીએ ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખ્યો પત્ર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે RTI એક્ટિવિસ્ટ ઉપર આક્ષેપ કરતો એક પત્ર લખ્યો છે. ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખેલા પત્રમાં RTI એક્ટિવિસ્ટ થકી થતી હેરાનગતિ મામલો ઉજાગર કર્યો છે. એસીબી તરીકે ઓળખાતા એન્ટી કરપ્શન બ્યુરો, શહેર પોલીસ કમિશનર, DCP, CM ભૂપેન્દ્ર પટેલ, PM નરેન્દ્ર મોદી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ ફિયાદ સ્વરૂપે લખેલા પત્રની નકલ મોકલી છે.

RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ વિભાગના અધિકારીએ ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખ્યો પત્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2026 | 5:02 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એન્ટી કરપ્શન બ્યુરો, પોલીસ કમિશનર, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન અને ગુજરાત હાઈકોર્ટને એક પત્ર લખીને RTI એક્ટિવિસ્ટ બ્લેકમેઈલ કરતા હોવાની ફરિયાદ કરી છે. આ અંગેની વિગતો સામે આવતા જ કેટલાક RTI એક્ટિવિસ્ટોમાં ભય ફેલાયો છે તો કેટલાક RTI એક્ટિવિસ્ટ લડત આપવાના મૂડમાં આવી ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે RTI એક્ટિવિસ્ટ ઉપર આક્ષેપ કરતો એક પત્ર લખ્યો છે. ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખેલા પત્રમાં RTI એક્ટિવિસ્ટ થકી થતી હેરાનગતિ મામલો ઉજાગર કર્યો છે. એસીબી તરીકે ઓળખાતા એન્ટી કરપ્શન બ્યુરો, શહેર પોલીસ કમિશનર, DCP, CM ભૂપેન્દ્ર પટેલ, PM નરેન્દ્ર મોદી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ ફિયાદ સ્વરૂપે લખેલા પત્રની નકલ મોકલી છે. ગેરકાયદે બાંધકામો અને તેની સામે AMC ની કાર્યવાહી મામલે ચોક્કસ વ્યક્તિઓ હેરાન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં એવુ જણાવાયું છે કે, વોટ્સએપ, ફોન કોલ અને ઇમેઇલથી સતત બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલા પત્રમાં, કયા RTI એક્ટિવિસ્ટ છેલ્લા કેટલાક ચોક્કસ સમયગાળામાં કેટલી અરજી અને કેટલી આરટીઆઈ કરી તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ નામજોગ કરવામાં આવ્યો છે. કયા એક્ટિવિસ્ટે કેટલી અરજીઓ કરી એનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. ગેરકાયદે બાંધકામો મામલે AMC નિયમ મુજબ કાર્યવાહી કરતી હોવા છતા RTI થકી હેરાન કરાય છે તેમ પત્રમાં જણાવાયું છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટો, દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ACB માં ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પત્રની સાથે RTI એક્ટિવિસ્ટોનું લિસ્ટ પણ સામેલ કરવામાં આવ્યું છે. અધિકારીએ લખેલા પત્રમાં ભાજપ-કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરાયો છે.

આ પત્ર અંગે કેટલાક એક્ટિવીસ્ટો ગભરાઈ જવા પામ્યા છે. જ્યારે કેટલાક એક્ટિવીસ્ટોએ એસ્ટેટ વિભાગ પર આક્ષેપ કરીને લડત લડવાની વાત કરી છે.

Breaking News : “માલિયા ગેંગ”નો આતંક બેફામ, ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદો માત્ર કાગળ પર જ છે? જુઓ Video

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">