IPL 2021 મેના પહેલા સપ્તાહમાં અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી કારણ કે, કોરોનાનાને લીધે બાયો બબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોવિડથી સંક્રમિત જોવા મળ્યા હતા અને ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફમાં પણ આ રોગચાળાના કેસ નોંધાયા હતા, જેના કારણે બીસીસીઆઈએ તેને અધવચ્ચે જ રોકી દીધી હતી. હવે લીગનો બીજો તબક્કો સંયુક્ત આરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. દરેક ટીમ આ તબક્કામાં સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે અને પ્લેઓફમાં સ્થાન મેળવશે. લીગની ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે. (Pic Credit IPL)
1 / 9
દિલ્હી કેપિટલ્સની ટીમે ગયા વર્ષે પ્રથમ વખત ફાઈનલ રમી હતી. આ વખતે પણ તેનું પ્રદર્શન સારું રહ્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે આઠમાંથી છ મેચ જીતવામાં સફળ રહી હતી. રિષભ પંતની આગેવાનીવાળી ટીમે ક્વોલિફાય કરવા માટે પૂરતું સારું પ્રદર્શન કર્યું છે. હવે તેણે બીજા તબક્કામાં વધુ છ મેચ રમવાની છે. આમાંથી જો તે વધુ બે મેચ જીતી જાય તો તે અંતિમ-4માં પહોંચી જશે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમવાની છે. (Pic Credit IPL)
2 / 9
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ટીમ હજુ સુધી IPL જીતી શકી નથી. અત્યારે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેને સાત મેચ રમવાની છે, જેમાંથી તેણે પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે પાંચ મેચ જીતવી પડશે. જોકે તેના માટે આ રસ્તો સરળ નથી. આરસીબીએ બીજા તબક્કામાં પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમવાની છે. (Pic Credit IPL)
3 / 9
રાજસ્થાન રોયલ્સ યુવા ખેલાડી સંજુ સેમસનની આગેવાની હેઠળની આ ટીમ હાલમાં પાંચમા સ્થાને છે. અત્યાર સુધી આ ટીમે સાત મેચ રમી છે અને ત્રણ મેચ જીતવા ઉપરાંત ચાર મેચ હારી છે. તેણે વધુ સાત મેચ રમવાની છે અને ઓછામાં ઓછી ચાર મેચ જીતવી જોઈએ. રાજસ્થાનથી પંજાબ, બેંગ્લોર, સીએસકે, મુંબઈ. કેકેઆર, દિલ્હી, હૈદરાબાદ સામે રમવું પડશે. (Pic Credit IPL)
4 / 9
ચેન્નઈ સપુર કિંગ્સ: આઈપીએલ 2020માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ પ્રથમ વખત હતું જ્યારે CSK લીગમાં અંતિમ-4માં સ્થાન મેળવી શક્યું ન હતું. હાલમાં તે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આગામી સાત મેચમાં તેમને ત્રણ મેચ જીતવાની જરૂર છે. CSKને મુંબઈ, બેંગ્લોર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, કોલકાતા અને હૈદરાબાદ સામે રમવાનું છે. (Pic Credit IPL)
5 / 9
મુંબઈ ઈન્ડિયન્સ: પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતનાર મુંબઈએ આ સિઝનની સારી શરૂઆત કરી ન હતી, પરંતુ રોહિત શર્માના નેતૃત્વવાળી આ ટીમે જોરદાર વાપસી કરી હતી. તે હાલમાં ચોથા સ્થાને છે અને તેને અંતિમ-4માં જવા માટે આગામી ચાર મેચ જીતવાની જરૂર છે. મુંબઈએ CSK, કોલકાતા, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન, સનરાઈઝર્સ, બેંગ્લોર અને પંજાબ સામે રમવાનું છે. તેણે અત્યાર સુધી સાત મેચ રમી છે અને ચાર જીતી છે અને ત્રણ હાર મળી છે. (Pic Credit IPL)
6 / 9
પંજાબ કિંગ્સ: કેએલ રાહુલના નેતૃત્વવાળી આ ટીમ હાલમાં છઠ્ઠા સ્થાને છે. અત્યાર સુધી રમાયેલી સાત મેચમાં તેણે ત્રણમાં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે વધુ છ મેચ રમવાની છે. તેને પ્લેઓફમાં જવા માટે પાંચ મેચ જીતવી પડશે. બીજા તબક્કામાં તેણે રાજસ્થાન, કોલકાતા, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ સામે રમવાનું છે. (Pic Credit IPL)
7 / 9
કોલકાતા નાઈટ રાઈડર્સ: બે વખતની વિજેતા આ ટીમની હાલત હાલ ખરાબ છે. ટીમ સાતમા સ્થાને છે. અત્યાર સુધી સાત મેચમાં તેણે માત્ર બે જ જીતી છે, જ્યારે પાંચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આગામી સાત મેચમાં કેકેઆરે પાંચ મેચ જીતવી પડશે. (Pic Credit IPL)
8 / 9
સનરાઈઝર્સ હૈદરાબાદ: પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ આઠમા સ્થાને છે. તેણે અંતિમ -4માં પહોંચવા માટે સખત મહેનત કરવી પડશે. અત્યાર સુધી રમાયેલી સાત મેચોમાં તેણે માત્ર એક જ જીત મેળવી છે, જ્યારે છમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ માટે પ્લેઓફમાં જવું ખૂબ જ મુશ્કેલ છે. જો તેને આગામી સાતમાંથી છ મેચ જીતવાની જરૂર છે તો જ તે અંતિમ -4 સુધી પહોંચી શકે છે. (Pic Credit IPL)