IPL 2021: ગબ્બરનુ પ્રદર્શન લગાતાર, દરેક સિઝને ખડકી દે છે રનનો અંબાર, સતત પાંચમી વાર આ આંકડાને પાર કર્યો

ગબ્બર તરીકે પ્રખ્યાત શિખર ધવને (Shikhar Dhawan) IPL માં દરેક મેદાન માર્યુ છે. સતત સ્કોર કરતી વખતે ટીમની સફળતામાં મોટી ભૂમિકા ભજવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 8:03 AM
કોઇપણ ખેલાડીને સારો બેટ્સમેન અથવા બોલર કહેવામાં આવે છે જ્યારે તેના પ્રદર્શનમાં નિરંતરતા હોય. ઘણા ઓછા ખેલાડીઓ છે જે સતત ઘણા વર્ષો સુધી પોતાની ધાર મંદ થવા દેતા નથી અને સારું પ્રદર્શન કરતા રહે છે. IPL માં એક એવો ખેલાડી પણ છે જે સતત પોતાના પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. વધતી જતી ઉંમર સાથે તેના બેટની ચમક પણ વધી રહી છે. આ ખેલાડીનું નામ શિખર ધવન (Shikhar Dhawan) છે. ધવન આઈપીએલમાં 2016 થી સતત પોતાનું બેટનો કમાલ બતાવી રહ્યો છે. તે સતત દરેક સીઝનમાં 400 રનનો આંકડો પાર કરી રહ્યો છે.

1 / 7
ધવને 2016 માં IPL માં કુલ 17 મેચ રમી હતી અને 38.53 ની સરેરાશથી 501 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ધવન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમ્યો હતો અને ચાર અડધી સદી ફટકારી હતી. સનરાઈઝર્સે 2016 માં જ આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ ટીમે ફાઇનલમાં વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં RCB ને હરાવ્યુ હતુ.

2 / 7
2017 માં ધવને 14 મેચ રમી અને 36.84 ની સરેરાશથી 479 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ધવનના બેટમાંથી ત્રણ અર્ધશતક આવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 77 રન હતો.

3 / 7
2018 માં, સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ડેવિડ વોર્નર નહોતો, પરંતુ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અહીં ફરી એકવાર ધવને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિઝનમાં, ધવનના બેટે 16 મેચમાં 497 રન બનાવ્યા હતા, તે પણ ચાર અડધી સદીની મદદથી. ધવને આ સિઝનમાં 38.23 ની સરેરાશથી રન બનાવ્યા હતા.

4 / 7
2019 એ વર્ષ હતું જ્યારે ધવનની ટીમ બદલાઈ. સનરાઇઝર્સે ધવનને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને ટ્રેડ કર્યો હતો. નવી ટીમ જરુર હતી પરંતુ ધવનના બેટનો જાદુ જૂનો હતો. દિલ્હીએ શાનદાર રમત બતાવીને લાંબા સમય બાદ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. ધવને આ સિઝનમાં 16 મેચમાં 521 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી પાંચ અર્ધસદી નિકળી હતી

5 / 7
2020 માં દિલ્હીએ પ્રથમ વખત IPL ની ફાઇનલ રમી હતી. અલબત્ત, તે ફાઇનલમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે હારી ગઇ હતી. પરંતુ ધવનનું બેટ હજુ પણ ત્યાં હતું. ડાબા હાથના બેટ્સમેને 17 મેચમાં 44.14 ની સરેરાશથી 618 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ધવનના બેટે પણ બે સદી ફટકારી હતી. આ સિવાય તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી.

6 / 7
IPL 2021 નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ધવન આ વખતે પણ ઓરેન્જ કેપની રેસમાં આગળ છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી માત્ર નવ મેચોમાં ધવને 400 રનનો આંકડો પાર કર્યો છે. ધવને 422 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. હજુ સિઝન બાકી છે અને દિલ્હીને વધુ છ મેચ રમવાની છે. જોવાનું રહેશે કે ધવન આ વખતે ઓરેન્જ કેપ મેળવી લેશે કે નહીં.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">