યોગ દિવસના ભાગ રૂપે વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ યોજાઈ, જુઓ PHOTOS
રાજય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગત દર વર્ષની જેમ 21 જૂનના રોજ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે યોગા પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન વેરાવળ ખાતે કરાયું.

વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ અને જાગરણ રેલી યોજાઈ. સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, પર્વતાસન, નૌકાસન જેવા વિવિધ આસનો થકી કર્યા સામૂહિક યોગનું આયોજન.

રાજય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ 21 જૂનના રોજ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન થાય છે. આ ઉજવણીના ભાગ રૂપે આજે યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન થયું હતું.

કોમન યોગ પ્રોટોકોલ તાલીમમાં યોગ એક્સપર્ટસ તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને વિવિધ યોગના ફાયદાઓ જણાવી અને પદ્ધતિસર યોગ કરાવ્યા હતા અને અલગ અલગ શારીરિક વ્યાધિમાં વિવિધ યોગ કઈ રીતે ફાયદાકારક નિવડે છે તે અંગે વિસ્તારમાં માહિતી પણ આપી હતી.

યોગ એક્સપર્ટ દુર્ગાપ્રસાદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને યોગબોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાના સૂત્રને અનુસરી યોગ અને જાગરણ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોએ આગળ આવવું જરુઋ બન્યું છે.