ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે ચકાચક ! આ ટ્રિકથી કરો સાફ
અમે તમને ફોન કવર સાફ કરવાની સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેના કારણે તમારા ફોનનું કવર મિનિટોમાં સાફ કરી શકાય છે. જો તમારું ફોનનું કવર પીળુ અને ગંદુ થઈ ગયુ હોય તો તમે તેને આ સરળ રિતથી સાફ કરી શકો છો.

મોબાઇલ કવરની ગમે તેટલી ડિઝાઇન બજારમાં આવે, ટ્રાન્સફરન ફોન કવરનો ટ્રેન્ડ ક્યારેય ઓછો થતો નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં મોબાઈલનો અસલી લુક દેખાય છે. હવે જરા વિચારો, જો તમે હજારો રૂપિયાનો ફોન ખરીદો અને તમે તેનો અસલી રંગ અને દેખાવ ન જોઈ શકો તો શું મજા આવશે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મોબાઇલનો દેખાવ સ્થાપિત કરવા માટે પારદર્શક ફોન કવર લગાવે છે.

પરંતુ આ કવરમાં એક ખામી છે, તે થોડા ટાઈમ પછી ખૂબ જ ગંદા અને પીળા દેખાવા લાગે છે, પછી ભલે ગમે તેટલા મોંઘા કવર ખરીદવામાં આવે. પરંતુ થોડા સમય પછી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. હવે મોબાઈલ કવર વારંવાર બદલવું સરળ નથી. આવી સ્થિતિમાં, જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે, તો જરા પણ ટેન્શન ન લો. અમે તમને ફોન કવર સાફ કરવાની સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેના કારણે તમારા ફોનનું કવર મિનિટોમાં સાફ કરી શકાય છે.

ટૂથપેસ્ટથી કરો સાફ : મોબાઈલના બેક કવરને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા કવર પર ટૂથપેસ્ટ લગાવો અને તેને પાણીમાં ભીનું કરીને ઘસો. પછી એક મિનિટ પછી ફોનના કવર પર એક કે બે ચપટી મીઠું નાખો અને તેને ફરી સાફ કરી લો. તેનાથી તમારા મોબાઈલ કવર ચમકશે.

વિનેગર : પીળા રંગના મોબાઈલ કવરને વિનેગરની મદદથી સરળતાથી સાફ કરી શકાય છે. આનાથી ફોન પરના ડાઘા સરળતાથી સાફ થઈ જાય છે. આ માટે તમારે મોબાઈલ કવર કેસને એક મોટા બાઉલમાં રાખો અને પછી તેમાં 2 ચમચી ખાવાનો સોડા નોખો. હવે એક કપ પાણીમાં 2-3 ચમચી વિનેગર મિક્સ કરો અને તેને એક મોટા બાઉલમાં નાખો. આ દ્રાવણમાં કવરને થોડો સમય રહેવા દો. પછી એક કલાક પછી, કવર કેસને ટૂથબ્રશની મદદથી ઘસીને સાફ કરો.

ખાવાના સોડા : જો તમે ઈચ્છો તો માત્ર બેકિંગ સોડાની મદદથી પણ ફોનના કવરને ચમકાવી શકો છો. આ માટે સૌપ્રથમ કવર કેસને ભીના ટુવાલથી લૂછી લો. પછી તેના પર ખાવાનો સોડા છાંટવો અને ટૂથબ્રશને ભીનું કરીને ફોનના કવરને ઘસો. આ સમય દરમિયાન, કવરના તે ભાગને સાફ કરો જ્યાં પીળાશ દેખાય છે તેને બ્રશ વડે ઘસીને સાફ કરો.

ડીશ સોપની : ડીશ સોપની મદદથી મોબાઈલ કવરને સાફ કરી શકાય છે. આ માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી ડીશ સોપ ઓગાળી લો. હવે ટૂથબ્રશની મદદથી ફોનના કવરને અંદર અને બહાર બંને બાજુ સારી રીતે ઘસીને સાફ કરો. પછી તેને પાણીથી ધોઈ લો અને લૂછી લો.
