Roman Reigns Net worth : WWE જ નહીં, અહીંથી પણ કમાણી કરે છે રોમન રેન્જ, જાણો તેની નેટવર્થ
રોમન રેઇન્સ WWEમાં કરોડો રૂપિયા લે છે. WWE સિવાય, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનથી પણ ઘણી કમાણી કરે છે. રોમન રેઇન્સે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ હોબ્સ એન્ડ શોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

રોમન રેન્જનો જન્મ 25 મે, 1985ના રોજ થયો હતો. તેને રેસલિંગ વારસામાં મળી છે. વર્ષ 2008 સુધી તે માત્ર ફૂટબોલ જ રમતો હતો. તેણે અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ અને કેનેડિયન ફૂટબોલ લીગમાં પણ ભાગ લીધો હતો.

વર્ષ 2008 માં તેણે ફૂટબોલને અલવિદા કહ્યુ અને વ્યાવસાયિક રેસલિંગમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તેની રેસલિંગ કારકિર્દી વર્ષ 2012માં શરૂ થઈ હતી.

રોમન રેન્જ અમેરિકાના ફ્લોરિડામાં એક આલીશાન મકાનમાં રહે છે. તેના ઘરની કિંમત લગભગ 19 કરોડ રૂપિયા છે. આ પહેલા તે બ્લૂમિંગડેલમાં રહેતો હતો. જ્યાં તેમના ઘરની કિંમત 8 લાખ ડોલર (લગભગ 7 કરોડ રૂપિયા) હતી. રોમન રેન્જ હાલમાં WWEમાં ધ બ્લડલાઇનનો એક ભાગ છે.

રોમન રેન્જ મોંઘી કારનો શોખીન છે. તેમની પાસે લગભગ 4 કરોડ રૂપિયાનું કાર કલેક્શન છે. મર્સિડીઝ, રેન્જ રોવર અને નિસાન જેવી મોંઘી કાર તેના કાફલામાં સામેલ છે. રોમન રેઇન્સની સૌથી મોંઘી કારની કિંમત લગભગ 1 કરોડ 36 લાખ રૂપિયા છે.

રોમન રેન્જ WWEમાં કરોડો રૂપિયા લે છે. WWE સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનથી પણ ઘણી કમાણી કરે છે. રોમન રેઇન્સે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ હોબ્સ એન્ડ શોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.