દુનિયાની સૌથી મોંઘી હોટલ ! એક રાત રોકાવાનું વિચારીને જ તમારો પરસેવો છૂટી જશે, એક ઘર વેચાય એટલી કિંમત છે
તમે ઘણા ધાર્મિક કે પર્યટન સ્થળોએ ગયા હશો અને ઘણી હોટલોમાં રોકાયા હશો. તમે ભારતમાં ઘણી મોંઘી હોટલોના નામ સાંભળ્યા હશે. જો કે, દુનિયામાં એવી હોટલો પણ છે કે જ્યાં ધનવાન લોકો રોકાતા પહેલા 100 વાર વિચાર કરે છે.

જ્યારે આપણે કોઈ ટ્રિપ પર જઈએ છીએ, ત્યારે આપણે એક બજેટ ફ્રેંડલી હોટલ બુક કરાવીએ છીએ. કેટલાક લોકો 2000 રૂપિયા અથવા વધુમાં વધુ 7-8 હજાર રૂપિયાનું ભાડું ચૂકવે છે. જો કે, દુનિયાની કેટલીક એવી હોટલો છે કે જ્યાં ધનિક વર્ગના લોકો જતાં પહેલા 100 વિચાર કરે છે. ઘણા લોકો તો આ હોટલોનો એક રાતનો ભાવ સાંભળીને જ હેરાન થઈ જાય છે. હોટલોના ભાડાની વાત કરીએ તો, અહીં એક રાતનું ભાડું ચૂકવવા માટે ઘર અને ગાડી વેચવી પડી શકે છે. તો ચાલો જાણીએ કે, આ મોંઘી હોટલો કઈ છે.

The Empathy Suite, Palms Casino Resort, Las Vegas US: પામ્સ કેસિનો રિસોર્ટ લાસ વેગાસથી 2 કિમી દૂર આવેલું છે. અહીંનો કેસિનો અને રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લો રહે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આને વિશ્વની સૌથી મોંઘી હોટલ માનવામાં આવે છે. અહીંનો સૌથી મોંઘો રૂમ એમ્પેથી સ્યુટ સ્કાય વિલા (પ્રતિ રાત્રિ ભાડું $100,000) ₹85,93,339 માં મળે છે. આ હોટલ બ્રિટિશ કલાકાર ડેમિયન હર્સ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં બે માસ્ટર બેડરૂમ, એક મસાજ ટેબલ, એક રિલેક્સેશન રૂમ અને સ્ટ્રીપ વ્યૂ જેકુઝીનો સમાવેશ થાય છે.

Royal Penthouse Suite, Hotel President Wilson, Geneva, Switzerland: હોટલ પ્રેસિડેન્ટ વિલ્સન, જીનીવા એક અદભૂત હોટલ છે. આ હોટલમાં 226 રૂમ છે. અહીંથી તમે જીનીવા શહેર અને પ્રકૃતિની મજા માણી શકો છો. અહીંનો સૌથી મોંઘો સ્યુટ 'રોયલ પેન્ટહાઉસ સ્યુટ' છે, જેનું એક રાત્રિનું અંદાજિત ભાડું $80,000 (₹69,14,120) છે. આ સ્યુટ 8મા માળે આવેલ છે.

The Mark Penthouse Suite, The Mark Hotel, New York: માર્ક હોટલ ન્યુ યોર્કના મેનહટનના સૌથી વૈભવી વિસ્તારમાં આવેલી છે. આ હોટલ અપર ઇસ્ટ સાઇડમાં આવેલી છે. આ હોટલમાં જૂની અને આધુનિક ડિઝાઇનનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આને ફ્રેન્ચ ડિઝાઇનર જેક્સ ગ્રેન્જ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. અહીંનો સૌથી મોંઘો સ્યુટ 'માર્ક પેન્ટહાઉસ સ્યુટ' છે, જેની અંદાજિત કિંમત $75,000 પ્રતિ રાત્રિ (₹64,81,987.50) છે. આને અમેરિકાનો સૌથી મોટો અને સૌથી મોંઘો હોટલ સ્યુટ માનવામાં આવે છે.

Murka Suite, Conrad Maldives: મુરાકા, કોનરાડ માલદીવમાં આવેલી આ દુનિયાની પહેલી પાણીની અંદરની હોટલ છે. આ હોટલ પ્રવાસીઓ માટે એક ખાસ આકર્ષણ બની છે. અહીં સન ડેક છે અને બે બેડરૂમ છે. આ હોટલનો અડધો ભાગ પાણીની અંદર છે જે દરેક ટુરિસ્ટ માટે એક ખાસ આકર્ષણ છે. અહીં એક રાત્રિનું અંદાજિત ભાડું $60,000 (₹51,85,590) છે.

Penthouse Suite, Hotel Martinez, Cannes, France: ફ્રેન્ચ રિવેરા પર સ્થિત હોટલ માર્ટિનેઝ , વર્ષ 1920 ના દાયકાની શાહી અને આર્ટ ડેકો શૈલીની હોટલ છે. અહીં 409 રૂમ છે, જેમાં લા પામ ડી'ઓર નામનું બે-સ્ટાર રેસ્ટોરન્ટ છે. પેન્ટહાઉસ સ્યુટનો પ્રતિ રાત્રિ અંદાજિત ખર્ચ $55,000 (₹47,53,457.50) છે.
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.
