આ છે દુનિયાની સૌથી નાની કાર, કિંમત જાણીને ચોંકી જશો
દુનિયામાં દરરોજ કોઈને કોઈ નવી કાર લોન્ચ થાય છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. હવે માર્કેટમાં અનેક પ્રકારની કાર આવી ગઈ છે. શહેરો હવે કારથી ઉભરી રહ્યા છે. તેથી હવે લોકોમાં નાની કાર ખરીદવાનું ચલણ ઘણું વધી ગયું છે. ત્યારે આજે અમે તમને દુનિયાની સૌથી નાની કાર વિશે જણાવીશું.

દુનિયામાં દરરોજ કોઈને કોઈ નવી કાર લોન્ચ થાય છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. હવે માર્કેટમાં અનેક પ્રકારની કાર આવી ગઈ છે. શહેરો હવે કારથી ઉભરી રહ્યા છે. તેથી હવે લોકોમાં નાની કાર ખરીદવાનું ચલણ ઘણું વધી ગયું છે.

જો આપણે દુનિયાની સૌથી નાની કાર વિશે વાત કરીએ તો તે PEEL P50 છે. સામાન્ય કારમાં ચાર ટાયર હોય છે. પરંતુ આ કારમાં ચાર ટાયર નથી. માત્ર ત્રણ જ ટાયરવાળી કાર છે. તેની લંબાઈ 134 સેન્ટિમીટર છે. તેમાં એક જ વ્યક્તિ બેસી શકે છે.

PEEL ઓટોમોબાઈલ કંપની દ્વારા વર્ષ 1962માં આ કારને બનાવવામાં આવી હતી. તેને એલેક્સ ઓર્ચિન નામના ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

PEEL P50 કારની પહોળાઈ 98 સેન્ટિમીટર છે. તેથી તેની ઊંચાઈ 100 સે.મી. જો આપણે કારના વજન વિશે વાત કરીએ, તો તે બાઇકના વજન કરતા ઓછું છે. આ કારનું વજન માત્ર 59 કિલો છે.

જો આપણે PEEL P50 કારની કિંમત વિશે વાત કરીએ તો તમે જાણીને ચોંકી જશો. આ કાર ભલે નાની છે, પરંતુ તેની કિંમત 84 લાખ રૂપિયાની આસપાસ છે. વર્ષ 2010માં તેને વિશ્વની સૌથી નાની કાર તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી હતી.
