દુનિયામાં દર વર્ષે ઘણા ખાસ દિવસોની ઉજવણી કરીએ છીએ તેમાંથી એક છે વર્લ્ડ લિસનિંગ ડે. તે દર વર્ષે 18 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસનું મહત્વ અને ઈતિહાસ.
1 / 5
આજની દોડધામવાળી દુનિયામાં આપણે ઘણા વ્યસ્ત રહીએ છે. પણ કોઈને પણ સાંભળવાનો સમય કોઈની પાસે નથી. લોકો પોતાના બોસની વાત ઘ્યાનથી સાંભળે છે પણ કેટલીકવાર તેમની પાસે પરિવારની વાત સાંભળવાનો પણ સમય નથી હોતો. સાંભળવું એ એક કળા છે જેમાં ધીરજની જરૂર હોય છે. જો આપણી અંદર ઘણી બધી વાતો હોય જે આપણે કોઈને કહેવા માંગીએ છીએ અને તે આપણી વાત ધીરજથી સાંભળે છે, તો આપણને ખૂબ જ સારુ લાગે છે. આપણો તણાવ ઓછો થાય છે.
2 / 5
આ દિવસ પ્રખ્યાત કેનેડિયન સંગીતકાર, સંગીત શિક્ષક અને લેખક રેમન્ડ મુરે શેફરના સન્માનમાં ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 18 જુલાઈ, 1933ના રોજ થયો હતો. તેમના વર્લ્ડ સાઉન્ડસ્કેપ પ્રોજેક્ટે 1970માં એકોસ્ટિક ઇકોલોજીનો પાયો નાખ્યો હતો. આ દિવસની ઉજવણી 2010થી શરૂ થઈ હતી.
3 / 5
વર્લ્ડ લિસનિંગ ડે ઉજવવામાં આવે છે જેથી આપણે સાંભળવાનું મહત્વ સમજી શકીએ. આના દ્વારા આપણે સાંભળવાની સૌને સાંભળવાની પ્રેક્ટિસ શરુ કરી શકીએ છીએ. વિશ્વની સંસ્કૃતિ અને પર્યાવરણને સમજવાનો પ્રયાસ કરો. આ દિવસની ઉજવણીનો હેતુ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને ઊંડાણપૂર્વક સમજવાનો છે. એ સંબંધના પાયાના તત્વો સમજવાના છે. આ દિવસને ધ્વનિના અભ્યાસનો દિવસ કહી શકાય.
4 / 5
આ વર્ષે વર્લ્ડ લિસનિંગ ડે 2022 ની થીમ "લિસનિંગ ક્રોસ બાઉન્ડરીઝ" છે. આ થીમ દ્વારા તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે કુદરતી અવાજો માનવસર્જિત સીમાઓને ઓળખતા નથી. તે પોતાની રીતે વહે છે અને ફરે છે. વર્લ્ડ લિસનિંગ ડે પર ઓછું બોલવાની અને વધુ સાંભળવાની પ્રેક્ટિસ કરવામાં આવે છે.