ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિમાં હેમા માલિનીને નહીં મળે ફૂટી કોડી? જાણો કાયદો શું કહે છે
ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા, અને તેમને છ બાળકો છે. અભિનેતા પાસે સંપત્તિ કે ખ્યાતિની કોઈ કમી નથી. અહેવાલો સૂચવે છે કે તેમની કુલ સંપત્તિ ₹450 કરોડ છે. પરંતુ આ સંપત્તિમાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીને કોઈ અધીકાર નહીં મળે? આ અંગે કાયદો શું કહે છે ચાલો જાણીએ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર 89 વર્ષની વયે નિધન થયું છે. આ સમચાર સાંભળી બોલિવુડ જગત સહિત દેશભરમાં દુખની લાગણી ફેલાઈ છે. દુનિયાના લોકો આ દિગ્ગજ અભિનેતાને હી-મેનના રુપમાં હંમેશા યાદ રાખશે. તમને જણાવી દઈએ અભિનેતા 63 વર્ષથી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે તેમના ફિલ્મી કારકિર્દી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો.

ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા, અને તેમને છ બાળકો છે. અભિનેતા પાસે સંપત્તિ કે ખ્યાતિની કોઈ કમી નથી. અહેવાલો સૂચવે છે કે તેમની કુલ સંપત્તિ ₹450 કરોડ છે. પરંતુ આ સંપત્તિમાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીને કોઈ અધીકાર નહીં મળે? આ અંગે કાયદો શું કહે છે ચાલો જાણીએ

દિલ્હી હાઈકોર્ટના વકીલ કમલેશ કુમાર મિશ્રાએ એક ન્યૂઝ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હેમા માલિનીને ધર્મેન્દ્રની મિલકતમાં કોઈ હિસ્સો મળશે નહીં. હકીકતમાં, ધર્મેન્દ્રએ તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા લીધા વિના બીજી વાર હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા.

આમ, તેમના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ મુજબ માન્ય માનવામાં આવતા નથી. તેથી, હેમા માલિનીને ધર્મેન્દ્રની મિલકતમાં હિસ્સો મળશે નહીં. જોકે કોર્ટ ધર્મેન્દ્રના લગ્નને માન્ય માને અથવા ધર્મેન્દ્ર હેમા માલિનીને તેમના વસિયતનામામાં તેમની મિલકતનો હિસ્સો આપે, તો જ અભિનેત્રી તેમની મિલકતમાં હિસ્સો મેળવવાનો દાવો કરી શકશે.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે પુત્રીઓ છે, એશા દેઓલ અને અહાના દેઓલ. પ્રશ્ન એ છે કે, જો હેમા માલિની ધર્મેન્દ્રની મિલકત ના મળે, તો શું તેમની બે પુત્રીઓ પણ તેમના પિતાની મિલકતમાં હિસ્સો નહીં મળે?

એડવોકેટ કમલેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને હવે ફક્ત નામે જ નહીં પરંતુ કાનૂની અધિકાર દ્વારા મિલકતમાં હિસ્સો મળશે. એટલે કે ઈશા અને અહાના દેઓલ તેમના પિતાની સમગ્ર મિલકતમાં સની દેઓલ અને બોબી દેઓલની જેમ સમાન હિસ્સો મેળવવા માટે હકદાર છે.

એડવોકેટ કમલેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટના 2023ના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો માતાપિતાની પૈતૃક અથવા સહ-સંબંધિત મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર કેવી રીતે બની શકે છે. તેમાં HMA ની કલમ 16(3) અને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (HSA) ની કલમ 6(3) ને ખાસ રીતે સુમેળમાં લાવવામાં આવ્યો છે."
Dharmendra Net Worth: કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
