તસ્વીરો : ઈન્ડીયન આર્મીના યુનિફોર્મનો રંગ લીલો જ કેમ ? કારણ જાણીને રહી જશો દંગ
કોઈ પણ દેશમાં દેશની રક્ષા કરવા માટે એક વિશેષ સૈન્ય તૈયાર કરવામાં આવે છે. જે દેશની સરહદ પર પોતાનો જીવ જોખમમાં મુકી દેશની રક્ષા કરે છે. દેશની સરહદ અનુસાર સૈન્ય તૈયાર કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે સ્થલ સેના, વાયુ સેના અને નેવી સેના. આ તમામ પ્રકારની સૈનિકોને અલગ અલગ વર્દી આપવામાં આવે છે. તેમણે તેમની વર્દી ઉપરથી તે ક્યા સૈન્ય દળમાં કામગીરી કરે છે. તેનો અંદાજો સરળતાથી લાગવી શકાય છે.

ભારતની સશસ્ત્રદળોને અલગ અલગ રંગના યુનિફોર્મ હોય છે. પરંતુ ભારતની આર્મીના સૈનિક હંમેશા ખાસ પ્રકારના લીલા રંગના યુનિફોર્મમાં જોવા મળે છે. જ્યારે પોલીસ ખાખી વર્દીમાં છે. ભારતીય સશસ્ત્ર સેનાના તમામ જવાનોના યુનિફોર્મ પ્રકૃતિના રંગ જેવા જોવા મળે છે.યુદ્ધના મેદાનમાં પોતાની જાતને છૂપાવવા માટે માટી અને પહાડોના રંગના કપડા રાખવામાં આવ્યા છે. પરંતુ ભારતીય સેનાના યુનિફોર્મનો રંગ લીલો જ કેમ હોય છે.

ભારતમાં સશસ્ત્ર સેનાની સ્થાપના 1895માં કરવામાં આવી હતી.તે સમયે લશ્કરને બ્રિટિશ આર્મી દ્વારા ઓળખવામાં આવતુ હતુ. પરંતુ જે ભાગમાં વધારે ભારતના નાગરિક હતા તેમને ઓળખવા અને સરળતાથી સંદેશો પોંહચાડવા ભારતીય સૈન્ય તરીકે સંબોધવામાં આવતુ હતુ.

આ સાથે જ બ્રિટિશ ભારતના પ્રેસિડન્સીની ત્રણ પ્રેસિડેન્સી આર્મી હતી. જેમાં બંગાળ આર્મી, મદ્રાસ આર્મી અને બોમ્બે આર્મીનો સમાવેશ હતો. જોકે 1903માં આ ત્રણેય સેનાઓને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવી હતી.

પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સેનાના યુનિફોર્મનો રંગ અને ડિઝાઇન બદલવામાં આવ્યો હતો.જે વિસ્તારોમાં યુદ્ધો થતા હતા ત્યાં આ પ્રકારના યુનિફોર્મના કારણે સૈનિકો પોતાની જાતને જંગલોમાં સરળતાથી છુપાવી શકતા હતા અને જ્યારે દુશ્મન તેમની નજીક આવે ત્યારે હુમલો કરી શકતા હતા.

ભારતીય સૈનિકો હંમેશા ગેરીલા હુમલામાં સફળ રહ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સૈનિકોની માર્શલ આર્ટની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી.
