વોશ બેસિન હંમેશા સફેદ રંગનું જ કેમ હોય છે? કારણ જાણી ચોંકી જશો
તમે ક્યારેય તમારા બાથરૂમ કે વોશરૂમમાં વોશબેસિનનો રંગ જોયો છે? કોઈના પણ ઘરમાં તમે જોશો તો વોશ બેસિન કાળા, રાખોડી કે અન્ય રંગોમાં જોવા મળે છે, લોકો સામાન્ય રીતે તેમના ઘરોમાં સફેદ વોશબેસિન લગાવે છે.

શું તમે ક્યારેય તમારા બાથરૂમ કે વોશરૂમમાં વોશબેસિનનો રંગ જોયો છે? કોઈના પણ ઘરમાં તમે જોશો તો વોશ બેસિન કાળા, રાખોડી કે અન્ય રંગોમાં જોવા મળે છે, લોકો સામાન્ય રીતે તેમના ઘરોમાં સફેદ વોશબેસિન લગાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે વોશબેસિન મોટાભાગે સફેદ રંગના જ કેમ હોય છે? ચાલો સમજીએ

વૈજ્ઞાનિક રીતે, વોશ બેસિન સિરામિકમાંથી બનાવવામાં આવે છે. સિરામિક રંગની વાત કરીએ તો, તેનો મૂળ રંગ સફેદ છે. આથી મોટાભાગે વોશ બેસિનનો રંગ સફેદ હોય છે

આ સિવાય એવું માનવામાં આવે છે કે સફેદ રંગ સ્વચ્છતા અને સાફ-સફાઈનું પ્રતીક છે, સફેદ રંગ વોશબેસિનને વધુ દૃશ્યમાન બનાવે છે, એટલે કે જો કોઈ પણ વસ્તુ તેના પર ચોટી હોય તો તે દેખાઈ આવે છે અને આમ તેને સાફ કરવું સરળ બને છે.

આ સિવાય સફેદ રંગ વોશ બેસિનને સરળ અને આકર્ષક દેખાવ આપે છે, તેમજ સફેદ વોશ બેસિન રિચ લુક આપે છે આથી દરેક 3 સ્ટારથી લઈને 5 સ્ટાર હોટેલના વોશ બેસિનનો કલર સફેદ જ રાખવામાં આવે છે.

તેમજ સફેદ રંગ મોટાભાગના રંગો સાથે મેળ ખાય છે, જે તેને કોઈપણ રંગના બાથરૂમમાં સ્થાપિત કરવા માટે યોગ્ય બનાવે છે.
History of city name : ખરગોનના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
