ટૂથપેસ્ટ પર કેમ હોય છે રંગબેરંગી પટ્ટાઓ ? જાણો તે શું સૂચવે છે
શું તમે ક્યારેય નોંધ્યું છે કે મોટાભાગની ટૂથપેસ્ટના નીચેના ભાગે કેટલાક રંગીન પટ્ટાઓ હોય છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રંગીન પટ્ટાઓ શું સૂચવે છે? આ રંગીન પટ્ટાઓનો ખરેખર અર્થ શું થાય છે. આપણે દરરોજ જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તેમાં ઓછામાં ઓછી એક રંગીન પટ્ટી હોય છે, જે વાદળી, કાળી, લીલી કે લાલ હોય છે.

શું તમે ક્યારેય નોંધ્યું છે કે મોટાભાગની ટૂથપેસ્ટના નીચેના ભાગે કેટલાક રંગીન પટ્ટાઓ હોય છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રંગીન પટ્ટાઓ શું સૂચવે છે? આ રંગીન પટ્ટાઓનો ખરેખર અર્થ શું થાય છે.

આપણે દરરોજ જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તેમાં ઓછામાં ઓછી એક રંગીન પટ્ટી હોય છે, જે વાદળી, કાળી, લીલી કે લાલ હોય છે.

તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે ટૂથપેસ્ટ પરની કાળી પટ્ટી સૂચવે છે કે, ટૂથપેસ્ટ માત્ર કેમિકલથી બની છે, તો વાદળી પટ્ટી સૂચવે છે કે ટૂથપેસ્ટ પ્રાકૃતિક અને ઔષધિથી બની છે, તો લાલ પટ્ટી સૂચવે છે કે ટૂથપેસ્ટ પ્રાકૃતિક અને રાસાયણિકથી બની છે અને લીલી પટ્ટી સૂચવે છે કે આ ટૂથપેસ્ટ સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે બની છે. જો કે, આ સંપૂર્ણપણે ખોટી માહિતી છે.

કોલગેટની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માર્કને ગુણવત્તા સાથે કોઈ લેવાદેવા નથી. આ એક નિશાન છે, જે દર્શાવે છે કે અહીંથી ટૂથપેસ્ટની ટ્યુબને કાપીને ટ્યુબને સીલ કરવાની છે. તેથી તેનો ઉપયોગ ટ્યુબ બનાવવા માટે થાય છે અને તેને ગુણવત્તા સાથે કોઈ લેવાદેવા નથી.

આ માર્ક લગાવવાથી ટ્યુબ બનાવવાની ફેક્ટરીમાં લગાવવામાં આવેલ મશીનોમાં કામ સરળ થઈ જાય છે અને આ નિશાન માત્ર કટીંગ પોઈન્ટ માટે છે. તેને રંગ સાથે કોઈ લેવાદેવા નથી. તે કોઈપણ રંગનું હોઈ શકે છે. ટ્યુબ બનાવવાના મશીનના લાઇટ સેન્સર આ નિશાનને ઓળખે છે અને તે મુજબ ટ્યુબ બનાવવામાં આવે છે.
