ભારતનું કયું રાજ્ય સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે ? જાણો ગુજરાત કયા ક્રમે છે
આપણા દેશમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેને ભારતની લાઈફલાઈન પણ કહી શકાય. ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ત્યારે શું તમે જાણો છે કે ભારતમાં ભારતનું કયું રાજ્ય સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે ? આ લેખમાં અમે તમને જણાવીશું.

આપણા દેશમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેને ભારતની લાઈફલાઈન પણ કહી શકાય. ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ત્યારે શું તમે જાણો છે કે ભારતમાં ભારતનું કયું રાજ્ય સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે ?

સૌ પ્રથમ જાણી લઈએ કે ભારતીય રેલવેનું કુલ નેટવર્ક કેટલું મોટું છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેમાં 13 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે.

દેશમાં 2.5 કરોડથી વધુ મુસાફરો 13 હજારથી વધુ ટ્રેનોમાં લગભગ 68 હજાર કિલોમીટરનું અંતર કાપે છે. આ દરમિયાન સાત હજારથી વધુ સ્ટેશનો પરથી પસાર થાય છે.

દેશનું સૌથી મોટું રેલ નેટવર્ક ઉત્તર પ્રદેશમાં છે. જે 9077.45 કિલોમીટરમાં ફેલાયેલો છે. આ રેલ નેટવર્ક રાજ્યની ચારેય દિશામાં ફેલાયેલું છે.

બીજા ક્રમે રાજસ્થાન આવે છે, જેનું રેલ નેટવર્ક 5893 કિલોમીટર છે, તો 5745 કિલોમીટર રેલ નેટવર્ક સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે, જો ગુજરાતની વાત કરીએ તો, 5258 કિલોમીટર રેલ નેટવર્ક સાથે ચોથા ક્રમે છે.
