જોબ ચેન્જ કરી છે? જુની ઓફિસની આવે છે યાદ? તો આ ટીપ્સને અપનાવો
જો તમે નોકરી બદલ્યા પછી તમારી જૂની ઓફિસને મીસ કરી રહ્યા છો, તો કેટલીક નાની ટિપ્સ અપનાવીને આ પરિસ્થિતિને સંભાળી શકો છો. ઓફિસને એમ જ બીજું ઘર નથી કહેવાતું. તે એવી જગ્યા છે જ્યાં તમે તમારા ઘર સિવાય સૌથી વધુ સમય પસાર કરો છો. આવી સ્થિતિમાં ઓફિસ અને સહકર્મીઓ સાથે એક સારૂ જોડાણ બંધાય છે. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે આપણે આપણી કારકિર્દીમાં આગળ વધીએ છીએ અને આપણી નોકરીને અલવિદા કહીએ છીએ અને કોઈ અન્ય કંપનીમાં કામ કરવાનું શરૂ કરીએ છીએ.
Most Read Stories