End-to-End Encryption એટલે શું ? કઈ રીતે સુરક્ષિત રહી શકે છે તમારી WhatsApp Chat
કરોડો યુઝર્સનો વિશ્વાસ વોટ્સએપ સાથે છે જેથી તેના ડેટાને સુરક્ષિત રાખવાની જવાબદારી કંપનીની છે. વોટ્સએપ સમય સમય પર યુઝર્સ માટે નવા નવા સિક્યોરિટી ફીચર્સ લાવતુ રહે છે. હાલમાં વોટ્સએપ દ્વારા યુઝર્સને ઓનલાઈન સ્ટેટસને હિંડન કરવાનું અને કોઈને બતાવ્યા વગર ગ્રુપમાંથી લીવ થવા જેવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા હતા.

મેસેજિંગ એપ વોટ્સએપ દુનિયાભરમાં 200 કરોડથી વધારે યુઝર ધરાવે છે. કરોડો યુઝર્સનો વિશ્વાસ વોટ્સએપ સાથે છે જેથી તેના ડેટાને સુરક્ષિત રાખવાની જવાબદારી કંપનીની છે. વોટ્સએપ સમય સમય પર યુઝર્સ માટે નવા નવા સિક્યોરિટી ફીચર્સ લાવતુ રહે છે.

હાલમાં વોટ્સએપ દ્વારા યુઝર્સને ઓનલાઈન સ્ટેટસને હિંડન કરવાનું અને કોઈને બતાવ્યા વગર ગ્રુપમાંથી લીવ થવા જેવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા હતા.

કેટલાક દિવસ પહેલા જ વોટ્સએપ દ્વારા એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન રજૂ કરવામાં આવ્યું. વોટ્સએપનું આ ફીચર તમારી ચેટને સુરક્ષિત રાખશે.

End-to-End Encryptionનો અર્થ થાય છે ચેટ પર મોકવામાં આવેલા મેસેજને માત્ર મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ વાંચી શકે. તેના સિવાય વોટ્સએપ કંપની પણ આ મેસેજને ન વાંચી શકે.

End-to-End Encryption ફીચર દ્વારા વોટ્સએપ પર મોકવામાં આવેલા તમામ ફોટો, વીડિયો ,વોઈસ મેસેજ, ડોક્યૂમેન્ટ અને કોલ સુરક્ષિત રહેશે. વોટ્સએપના જણાવ્યા અનુસાર તમામ મેસેજ એક લોક દ્વારા સિક્યોર રહેશે. માત્ર વોટ્સએપ પર મેસેજ મોકલનાર વ્યક્તિ અને રિસીવ કરનાર વ્યક્તિ જ મેસેજને અનલોક કરી શકે.
