ઘરના મંદિરને સાફ કરતી વખતે આ 4 બાબતો પર ખાસ ધ્યાન આપો, માં લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વરસાવશે
શાસ્ત્રો અનુસાર, ઘરમાં મંદિરની સફાઈ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે આપણે મંદિરની સફાઈ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા અને છેવટે દેવી-દેવતાઓને નિરાશ કરી દઈએ છીએ.

ઘરમાં રહેલ મંદિરની સફાઈ કરતી વખતે આપણે નાની-નાની ભૂલો કરીએ છીએ અને પછી તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. જો કે, આપણી એક ભૂલથી દેવી-દેવતાઓ ગુસ્સે થઈ શકે છે, જેનાથી ઘરમાં ગરીબીના દિવસો જોવા પડે છે. તો ચાલો જાણીએ કે, ઘરના મંદિરની સફાઈ કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.

શાસ્ત્રો અનુસાર, ઘરના મંદિરને રાત્રિ સમયે ક્યારેય સાફ ન કરવું જોઈએ. સાંજની આરતી પત્યા પછીનો જે સમય હોય છે, તે ભગવાનના આરામનો સમય હોય છે. આવી સ્થિતિમાં, રાત્રિ સમયે સફાઈ કરવાથી ભગવાનની ઊંઘ બગડી જાય છે. આથી, ભૂલથી પણ રાત્રે મંદિરની સફાઈ ન કરવી જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, એકાદશી અને ગુરુવારના દિવસે મંદિરની સફાઈ ન કરવી જોઈએ. આ દિવસે મંદિરની સફાઈ કરવાથી ઘરમાં ગરીબી અને કષ્ટ આવી શકે છે.

મંદિરમાં ભગવાનની મૂર્તિ સાફ કરતી વખતે ફક્તને ફક્ત સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો. આ સિવાય ઘરમાં ઉપયોગમાં લેવાતા સાબુથી ભગવાનની મૂર્તિઓ સાફ ન કરો. આથી મૂર્તિ સાફ કરવા માટે સ્વચ્છ કપડાનો અને ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.

જો તમે મંદિરની સફાઈ કરવા માંગતા હોવ તો તેના માટેનો ઉત્તમ દિવસ શુક્રવાર અને શનિવાર છે. આ દિવસે મંદિરની સાફ-સફાઈ કરવાથી નાણાકીય સમસ્યામાંથી રાહત મળે છે.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો






































































